સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર: ૭ નાં મતદાન સાથે વિવાદ શરૂ થયો છે મહાનગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર :૭ કતારગામ વિસ્તારમાં મતદાન મથક ની આસપાસ કોંગ્રેસનાં ઉમેદવારો ની પ્રચાર કરતી સ્લીપ મોટી સંખ્યામાં ફેંકી દેવામાં આવી હતી મતદાન મથક ની આસપાસ સ્પષ્ટ સૂચના છે તેમ છતાં કતારગામમાં મતદાન મથક ની આસપાસ ઉમેદવારોની નંબર અને ચિન્હો સાથે ની સ્લીપ રસ્તા પર ફેકી દેવામાં આવી હતી આ ફેંકી દેવાયેલી સ્લીપ ને કારણે વિવાદ થયો છે આ અંગે વધુ વિવાદ થાય તે પહેલા સફાઈ કામદારો દ્વારા આ ફેંકી દેવાયેલી સ્લીપ નો કચરો દૂર કરી લેવામાં આવ્યો હતો
ક્રિશાંગ ગાંજાવાલા
સુરત