સુરતમાં દર વર્ષે સેકડો લોકો કચ્છ રણોત્સવમાં જાય છે તેવી જ રીતે આ વર્ષે પણ સુરતીઓને આકર્ષવા માટે ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા લગાવવામાં આવેલા હોર્ડિંગ્સ ને કારણે વિવાદ ઉભો થયો છે બીજી તરફ નવરાત્રી નાં પાવન પર્વ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે બીજી તરફ રણોત્સવમાં ભેગા થવા માટે આમંત્રણ અપાઇ રહ્યું છે ગુજરાત સરકારનાં નવરાત્રી પર પ્રતિબંધ બાદ સુરત મહાનગરપાલિકા તો નવરાત્રિમાં લોકો ભેગા ન થાય તે માટે એપેડેમિક ડીસીઝ એકટ હેઠળ પોલીસ કેસ કરવા સુધીની તૈયારી કરી મૂકી છે બીજી તરફ લોકોને ભેગા કરવા માટે ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા આમંત્રણ અપાઇ રહ્યું છે સુરતમાં અનેક સ્થળે રણોત્સવનાં મોટા મોટા હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા છે જેમાં લખવામાં આવ્યું છે કે “કમો તૈયાર છીએ કચ્છ તૈયાર છે” કચ્છ નવરાત્રી દરમિયાન તારીખ”૧૯-૧૦-૨૦૨૦ થી શરૂ થતાં રણોત્સવમાં કોરોના સંક્રમણ નહીં થાય પણ ઘર આંગણે ગરબા રમવા થી થઈ શકે છે કોરોના તેવી વિરોધાભાસી વાતથી આશ્ચયૅ થાય છે આ આ કારણથી સુરતીઓમાં ભારે રોષ ફેલાયો છે
- રીપોર્ટર
સુનિલ ગાંજાવાલા