વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી દ્વારા સપ્ટેમ્બર 2020 મા લેવાયેલ M.S (ઓપથલ્મોલોજિસ્ટ) ની પરીક્ષામાં પુરી યુનિવર્સિટીમાંથી સૌથી વધારે ગુણ પ્રાપ્ત કરવા બદલ ડૉ.પિંકલ શિરોયા ને સુવર્ણચંદ્રક પારિતોષક પ્રાપ્ત થયો
સુરત શહેરના જાણીતા સેવાભાવી તબીબ કમાન્ડન્ટ શ્રી ડો.પ્રફુલ શિરોયા (કાર્યવાહક સક્ષમ પશ્ચિમ ભારત , અધ્યક્ષ લોક દ્રષ્ટિ આઈ બેન્ક સુરત, ચેરમેન રેડ ક્રોસ બ્લડ બેન્ક સુરત) અને સુરત શહેરના પૂર્વ મેયર શ્રીમતી અસ્મિતાબેન શિરોયા ના સુપુત્રી ડોક્ટર પિંકલ શિરોયા ને 2020 માં લેવાયેલ એમ.એસ ઑપથલ્મ સપ્ટેમ્બર 2020 પરીક્ષામાં સૌથી વધુ ગુણ મેળવવા બદલ સુવર્ણ ચંદ્રક પારિતોષક ગુજરાત રાજ્યના મહામહિમ રાજ્યપાલ શ્રી માન આચાર્ય દેવવ્રતજી દ્વારા પ્રાપ્ત થયો હતો.
- Advertisement -
આ તબક્કે ડોક્ટર પ્રફુલ શિરોયા અને પૂર્વ મેયર શ્રીમતી અસ્મિતાબેન શિરોયા નો સંપર્ક કરતાં જણાવ્યું હતું કે આ તબક્કે મારા પરિવારને બહુ ખુશી ની લાગણી છે અને અમારા પરિવારના શુભેચ્છક મિત્રો અભિનંદન આપી રહ્યા છે. અને હજુ પણ ઉચ્ચ અભ્યાસ માટે મારી સુપુત્રી ડૉ. પિંકલ કોઇમતુર ખાતે અભ્યાસ માટે જવાની છે અને આશા રાખીયે છીએ કે ઉચ્ચ અભ્યાસ દરમિયાન પણ આવા અનેક મેડલ પ્રાપ્ત કરે અને સાથે સાથે પ્રેક્ટિસ દરમિયાન સુરતમાં સેવા ક્ષેત્રે પણ અગ્રેસર રહે
રીપોટર-ક્રિશાગ ગાંજાવાલા
સુરત