સુરત શહેરમાં એક મહિલા ના નામે બેંકમાં બોગસ એકાઉન્ટ ખોલી રૂપિયા ૨.૩૬ કરોડનું ટ્રાન્જેક્શન કરવામાં આવ્યુ હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે આ સમગ્ર પ્રકરણમાં લોન એજન્ટ અને આઇડીબીઆઇ બેન્ક ની રાંદેર શાખાના કર્મચારીઓએ કારસ્તાન કર્યો હોવા નો મહિલાએ આરોપ લગાવ્યો છે ડોક્યુમેન્ટ અને જીએસટી નંબર સહિતની ડિટેઈલ નો દુરુપયોગ કરી એજન્ટ અને આઈડીબીઆઈ બેન્કનાં કર્મચારીઓએ બોગસ એકાઉન્ટ ખોલાવી ખેલ કર્યો હોવાનું બહાર આવ્યું છે રાંદેર પોલીસે મહિલાની અરજી બાદ તપાસ શરૂ કરી છે રાંદેર વિસ્તારમાં રહેતા લલીતાબેન ચૌબે અને તેમનાં પતિ ક્યારેય રાંદેર બ્રાંચની આઇડીબીઆઇ બેન્ક ની શાખા માં ગયા જ નથી તેમ છતાં અમારા નામે આ બ્રાન્ચમાં એકાઉન્ટ ખુલી ગયું એ એક ચોંકાવનારી બાબત છે આ ચોક્કસ કારા નાણાં ધોળા કરવાનો ખેલ ચાલી રહ્યો હોય એવું લાગી રહ્યું છે અજય મેઘજી કાનાણી નામનાં ઈસમ પાછળ લોન નું કામ કરાવયું હતું એ સમયે મેં ડોક્યુમેન્ટસ થી લઈને જીએસટી નંબર ની વિગતો પણ આપી હતી અને થોડા સમય પહેલા જીએસટી એકાઉન્ટ ઓનલાઇન ચેક કરતાં એ નંબરને આધારે આઇડીબીઆઇ બેન્ક ની રાંદેર શાખામાં ક્રિષ્ના ટ્રેડિંગ નામે એકાઉન્ટ ઓપરેટ થઇ રહી હોવાનું સામે આવી રહ્યું છે
- Advertisement -
રિપોટર-ક્રિશાંગ ગાંજાવાલા
સુરત