સુરતમાં આજકાલ ચૂંટણીનો મોસમ ચાલી રહ્યો છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવતાની સાથે જ રાજકીય પાર્ટીના ઉમેદવારો હાથ જોડીને મત માંગવા નીકળી રહ્યા છે આ દરમિયાન સુરતમાં એક યુવકે ચૂંટણીના ઉમેદવારો અને સ્થાનિક ધારાસભ્ય ને સ્થાનિક પ્રશ્નો અંગે રજૂઆત કરી હતી આ દરમિયાન રાજકીય આગેવાનોના સાગરીતોએ રજૂઆત કરનાર યુવકને માર માર્યો હતો અને તેની વિરુદ્ધ ફરિયાદ કરી હતી જે બાદમાં રજૂઆત કરનાર યુવાનને જેલની હવા ખાવાનો વારો આવ્યો છે કોરોના મહામારી વચ્ચે તંત્ર દ્વારા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે જે સંદર્ભે રાજકીય પાર્ટીઓ દ્વારા ઉમેદવારો નક્કી કરી દેવામાં આવ્યાં છે અને આ ઉમેદવારો એ ફોર્મ પણ ભરી દીધાં છે જે બાદમાં હવે ઉમેદવારો ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યાં છે સુરતનાં કતારગામ વિસ્તારમાં આવેલ સિંગણપોર નજીક હરી દર્શન ખાડા પાસે આવેલી એક સોસાયટીમાં ગત રોજ વોર્ડ નંબર:૮ ને ભાજપની પેનલ તેમજ ધારાસભ્ય વિનું મોરડીયા પોતાની રાજકીય પાર્ટીના બેનર લઈ લોકોને મળવા પહોંચ્યાં હતાં આજે મત માગવાં આવેલાં ઉમેદવારો અને ધારાસભ્યએ માસ્ક નથી પહેર્યું તો તેમને કોણ દંડ ફટકારશે?
રિપોટર-સુનિલ ગાંજાવાલા
સુરત