એક લાખ વૉટની સાઉન્ડ સિસ્ટમ અને ચુનિંદા કલાકારો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
નવરાત્રી રાસોત્સવના ઈતિહાસમાં પ્રથમ વખત એવું બનશે કે, આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં ખેલૈયાઓ રાસ ગરબાની રમઝટ બોલાવશે. જી.. હા, છેલ્લા 18 વર્ષથી અબતક – સુરભી રાસોત્સવનું આયોજન રેસકોર્સ ગ્રાઉન્ડમાં થતું આવ્યું છે ત્યારે આ વખતે પણ અબતક – સુરભી રાસોત્સવનું આયોજન રેસકોર્સ ગ્રાઉન્ડની બાજુમાં જ આવેલા માધવરાવ સિંધિયા આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં થશે.
હરિયાળા માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડની લીલીચ્છમ હરિયાળીમાં ખેલૈયાઓ ખીલી ઉઠશે
રાજકોટ શહેરની મધ્યમાં રેસકોર્ષ રોડ પાસે આવેલા માધવરાવ ક્રિકેટ સ્ટેડિયમમાં આગામી સોમવારે તા.22 સપ્ટેમ્બરથી સતત 9 દિવસ સુધી એકથી એક ચઢીયાતા પ્રાચીન અર્વાચીન ગરબા અને ગીતો, સુપ્રસિદ્ધ ઓર્કેસ્ટ્રા, એક લાખ વોટની અદ્યતન સાઉન્ડ સિસ્ટમ, અલ્ટ્રા મોર્ડન ઇન્સ્ટ્રુમેન્ટસ, ચુનંદા સાજીંદાઓ ખેલૈયાઓ ધૂમ મચાવશે. આજ સુધી વિશાળ માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમમાં ચોક્કા-છક્કાની રમઝટ બોલતી હતી ત્યારે સૌપ્રથમવાર હરિયાળા ઘાસવાળા ગ્રાઉન્ડમાં પારિવારિક માહોલમાં બહેનો-દીકરીઓ સલામતી-સુરક્ષા સાથે રાસ-ગરબા રમી શકશે તેવું આયોજન અબતક – સુરભી રાસોત્સવની ટિમ દ્વારા કરવામાં આવ્યું છે.
- Advertisement -
સુરીલા ગાયક કલાકારો મ્રીદુલ ઘોષ અને માર્ગી પટેલ સહિતની ટિમ છલડો – ડાકલા – ભક્તિ – વંદે માતરમ સહિત એકથી એક ચઢીયાતા પ્રાચીન અર્વાચીન ગરબા ગાઈ ખેલૈયાઓને ગરબા પર થીરકવા મજબૂર કરશે. ખેલૈયાઓ પણ ટ્રેડિશનલ, વિવિધતાથી ભરપૂર, નવતર ડિઝાઇનયુક્ત પોષાક, ભાતીગળ ભરતકામ યુક્ત છત્રી સાથે આભલા ભરેલી ચણિયાચોળી ને કેડિયામાં સજ્જ ખેલૈયા જાતભાતના સ્ટેપ્સ સાથે ખેલૈયાઓએ જમાવટ કરશે. હાઇ ફાઇ સાઉન્ડ સિસ્ટમ, રોશની, ડેકોરેશન અને ખાસ તો જીલ એન્ટરટેઇન્મેન્ટ રાજકોટની બેસ્ટ ટિમનાં સથવારે અબતક – સુરભિ રાસોત્સવમાં ભાગ લેવા પાસનું વેચાણ ચાલુ છે. વહેલા તે પહેલાના ધોરણે ખેલૈયાઓ આજે જ પોતાનો પાસ મેળવી લે.
1 કરોડના ખર્ચે શહેરની મધ્યમાં આવેલા ક્રિકેટ ગ્રાઉન્ડમાં જાજરમાન આયોજન
અબતક સુરભી રાસોત્સવના આયોજક વિજયભાઈ વાળાએ જણાવ્યું હતું કે, આ વર્ષે સૌપ્રથમ વખત રાજકોટના માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ભવ્ય રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. છેલ્લા 19 વર્ષથી કાર્યરત આ સંસ્થાનો મુખ્ય હેતુ પૈસા કમાવવાનો નથી, પરંતુ મધ્યમ વર્ગના લોકોને તમામ સુવિધાઓ પૂરી પાડવાનો છે. આ માટે આ વર્ષે લગભગ 1 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. આયોજકોએ પત્રકાર પરિષદમાં જણાવ્યું કે ખેલૈયાઓની સુરક્ષા અને સુવિધા તેમની પ્રથમ પ્રાથમિકતા છે. ગ્રાઉન્ડની ગુણવત્તા, સલામતી અને ખાસ કરીને મહિલાઓની સુરક્ષા પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. મેદાન શહેરની મધ્યમાં હોવાથી તે દરેક માટે અનુકૂળ રહેશે. ખેલૈયાઓની ઓળખ માટે આધાર કાર્ડ ચેક કરવામાં આવશે અને તેમના માટે મેડિકલ સુવિધા પણ ઉપલબ્ધ રહેશે. વધુમાં, ધાર્મિક અને સાંસ્કૃતિક પર્વની ગરિમા જળવાઈ રહે તે માટે ખેલૈયાઓ માટે ચાંદલો ફરજિયાત કરવામાં આવ્યો છે, જેનાથી લોકોમાં ધાર્મિકતા અને સંસ્કૃતિ પ્રત્યે જાગૃતિ વધશે.
બહેનો-દીકરીઓની સુરક્ષા-સુવિધાને પ્રાથમિકતા, પાન-ફાકી લઈ જવાની મનાઈ તેમજ તિલક કરી આવવું ફરજિયાત
અબતક – સુરભી રાસોત્સવમાં બહેનો-દીકરીઓની સુરક્ષા અને સુવિધાને પ્રાથમિકતા આપવામાં આવશે. ખેલૈયાઓને ઉત્તમ માહોલમાં રમવાની તક મળે તે માટે ખાસ આયોજન કરાયું છે. સંપૂર્ણ પારિવારીક માહોલામાં આ રાસોત્સવની ઉજવણી થશે. આ રાસોત્સવમાં પાન-માવા-ફાંકી લઈને અંદર જવાની મનાઈ છે. આ સાથે જ રાસ-ગરબામાં આવનાર તમામે તિલક પણ કરવાનું રહેશે. મધ્યમ વર્ગના ખેલૈયાઓને પણ મોટા ગ્રાઉન્ડ પર આનંદપૂર્વક રમવાની તક મળે તે હેતુસર 30 લાખ રૂપિયાની વિશાળ રકમમાં રેસકોર્ષમાં આવેલું ક્રિકેટ ગ્રાઉન્ડ ભાડે રાખવામાં આવ્યું છે. શ્રેષ્ઠ સાઉન્ડ સિસ્ટમ, પ્રતિષ્ઠિત કલાકારોના લાઈવ પરફોર્મન્સ રસોત્સવમાં રંગ ભરી દેશે. ખેલૈયાઓ માટે સુરક્ષા અને સુવિધા બંનેનો વિશેષ ખ્યાલ રાખવામાં આવ્યો છે. બહેનો ઉઘાડા પગ રાખીને પણ ગરબા રમે તો પણ તકલિફ ન થાય તે માટે હરિયાળું ઘાસ છે.
શહેરની વચ્ચોવચ આવેલા ક્રિકેટ સ્ટેડિયમમાં હરિયાળા ઘાસ ઉપર ફ્લડ લાઈટમાં અદ્યતન સાઉન્ડ સિસ્ટમ સાથે રાસ-ગરબા રમવાના પાસ મેળવવા માટે સંપર્ક કરો – ઓફિસ નં.124, પહેલો માળ, સિલ્વર ચેમ્બર, ટાગોર રોડ, રાજકોટ મો.84692 00044



