અરજદારે જોશીમઠમાં સંકટને રાષ્ટ્રીય આફત જાહેર કરવા માટે સર્વોચ્ચ અદાલતના હસ્તક્ષેપની માંગ કરી હતી, સુપ્રીમ કોર્ટે કોર્ટે કહ્યું કે……
ઉત્તરાખંડના જોશીમઠમાં ભૂસ્ખલન સંબંધિત કેસને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. સુપ્રીમ કોર્ટે મંગળવારે ઉત્તરાખંડના જોશીમઠમાં ભૂસ્ખલન સંબંધિત કેસની તાત્કાલિક સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, જરૂરી નથી કે દેશનો દરેક મહત્વનો મામલો અમારી સામે આવે. મહત્વનું છે કે, અરજદારે જોશીમઠમાં સંકટને રાષ્ટ્રીય આફત જાહેર કરવા માટે સર્વોચ્ચ અદાલતના હસ્તક્ષેપની માંગ કરી હતી.
- Advertisement -
16 જાન્યુઆરીએ સુનાવણી
ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની બેંચે કહ્યું કે, દેશમાં અમને મહત્વપૂર્ણ બાબતોને અમારી સમક્ષ લાવવાની જરૂર નથી, લોકતાંત્રિક રીતે ચૂંટાયેલી સરકારો છે, જે વધુ સારી રીતે કાળજી લઈ શકે છે. કોર્ટે કહ્યું કે, અમે આ મામલે 16 જાન્યુઆરીએ સુનાવણી કરીશું.
Supreme Court declines urgent hearing of Joshimath sinking incidents on #Joshimath and posts the matter for hearing on January 16.
Supreme Court says everything which is important need not come to the apex court. There are democratically elected institutions working on it. pic.twitter.com/a2E1F2OK3d
- Advertisement -
— ANI (@ANI) January 10, 2023
અરજદારે શું કહ્યું ?
સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી તરફથી હાજર રહેલા એડવોકેટ પરમેશ્વર નાથ મિશ્રાએ જોશીમઠ કેસનો તાકીદની સુનાવણી માટે ઉલ્લેખ કર્યો હતો. પરંતુ સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, લોકતાંત્રિક રીતે ચૂંટાયેલી સરકારો છે જે વસ્તુઓનું ધ્યાન રાખી શકે છે.
નોંધનીય છે કે, સરસ્વતીએ તેમની અરજીમાં દલીલ કરી છે કે, મોટા પાયે ઔદ્યોગિકીકરણને કારણે આ ઘટના બની છે અને ઉત્તરાખંડના લોકોને તાત્કાલિક નાણાકીય સહાય અને વળતરની માંગ કરી છે. અરજીમાં આ પડકારજનક સમયમાં જોશીમઠના લોકોને મદદ કરવા માટે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીને નિર્દેશ આપવાની પણ માંગ કરવામાં આવી છે.
આજથી ડિમોલિશનની કામગીરી શરૂ
ઉત્તરાખંડના જોશીમઠમાં ભૂસ્ખલન વચ્ચે 4 હજાર લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. આ તરફ અધિકારીઓએ જણાવ્યું હતું કે, જે ઈમારતોમાં તિરાડો પડી છે અને વધુ નુકસાન થયું છે તેને જમીન પર તોડી પાડવામાં આવશે, જેથી નજીકની ઈમારતોને નુકસાન ન થાય. એવું કહેવામાં આવ્યું છે કે, ડિમોલિશન નું કામ આજથી એટલે કે મંગળવાર (10 જાન્યુઆરી)થી શરૂ થશે.