- ચૂંટણી કમિશનર તરીકે અરૂણ ગોયલની નિયુક્તિના મુદ્દે સર્જાયેલી ટક્કર આગામી સમયમાં ગંભીર વળાંક લે તેવા સંકેત
– સુપ્રિમ કોર્ટ દ્વારા પંચના કમિશનરોની નિયુક્તિમાં મુખ્ય ન્યાયમૂર્તિની અધ્યક્ષતાવાળી કમિટીની દરખાસ્ત ફગાવતી સરકાર: આ પ્રકારની નિયુક્તિમાં ન્યાયપાલિકા દખલગીરી ન કરી શકે
દેશના મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનરની નિમણૂકને લઈને સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચમાં સુનાવણી શરૂ થઈ ગઈ છે. કેન્દ્ર સરકારે ચૂંટણી કમિશનર અરુણ ગોયલની નિમણૂકની ફાઇલ બેંચને આપી હતી. કેન્દ્ર સરકાર વતી એટર્ની જનરલ (AG) આર વેંકટરમણીએ જજોને ફાઇલો સોંપી.
- Advertisement -
શું કહ્યું એટર્ની જનરલે ?
એટર્ની જનરલે કહ્યું, “હું આ કોર્ટને યાદ અપાવવા માંગુ છું કે, અમે આના પર મીની ટ્રાયલ નથી કરી રહ્યા.” આના પર જસ્ટિસ જોસેફે કહ્યું, “ના..ના, અમે સમજીએ છીએ.” આ પછી એટર્ની જનરલ આર વેંકટરામણીએ સમગ્ર પ્રક્રિયા વિશે વિગતવાર માહિતી આપી. તેમણે કહ્યું કે, કાયદા અને ન્યાય મંત્રાલય પોતે સંભવિત ઉમેદવારોની યાદી તૈયાર કરે છે. પછી તેમાંથી સૌથી યોગ્ય પસંદ કરવામાં આવે છે. આમાં વડાપ્રધાનની પણ ભૂમિકા છે.
શું કહ્યું સુપ્રીમ કોર્ટે ?
સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને સવાલ કરતા કહ્યું કે, ચૂંટણી કમિશનરની નિમણૂકમાં આટલી ઉતાવળ શા માટે? આટલી સુપરફાસ્ટ નિમણૂક શા માટે? જસ્ટિસ જોસેફે કહ્યું, “અમે 18મી તારીખે આ મામલાની સુનાવણી કરીએ છીએ. જે દિવસે તમે ફાઇલ ફોરવર્ડ કરો છો, તે જ દિવસે પીએમ તેમના નામની ભલામણ કરે છે. આટલી ઉતાવળ શા માટે?”
- Advertisement -
આ સાથે જસ્ટિસ અજય રસ્તોગીએ કહ્યું કે, આ જગ્યા છ મહિના માટે હતી. પછી જ્યારે કોર્ટે આ મામલે સુનાવણી શરૂ કરી તો પછી અચાનક નિમણૂક કેમ? શા માટે વીજળીની ગતિએ નિયુક્તિ કેમ? જસ્ટિસ અજય રસ્તોગીએ ફાઈલ કઈ ઝડપે ખસેડી અને એપોઈન્ટમેન્ટ કરવામાં આવી તે અંગે સવાલ ઉઠાવતા કહ્યું કે, “બધું 24 કલાકમાં થઈ ગયું. આટલી ઉતાવળમાં તમે તપાસ કેવી રીતે કરી?”