સુપ્રિમ કોર્ટે અરજી પર વિચાર કરવાનો ઈન્કાર કરી કહ્યું – આ નીતિગત મામલો
સુપ્રિમ કોર્ટે 13 વર્ષથી ઓછી વયના બાળકો માટે સોશ્યલ મિડિયાના ઉપયોગ પર પ્રતિબંધ મુકવાની અરજી પર વિચાર કરવાનો ઈન્કાર કરી દીધો છે. જસ્ટીસ વી.આર.ગવઈ અને જસ્ટીસ ઓગસ્ટિન જયોર્જ મસીહની બેન્ચ અરજદાર તરફથી રજુ થયેલ વકીલને કહ્યું કે, આ જાતિગત મામલો છે.
- Advertisement -
આપ સંસદને આ મામલે કાયદો બનાવવા માટે કહો. બેન્ચે જણાવ્યું હતું કે, અમે હાલની અરજી પર વિચાર કરવા ઈચ્છુક નથી કારણ કે રાહત નીતિગત ક્ષેત્રમાં આવે છે. અરજીનો નિકાલ કરતા સુપ્રિમ કોર્ટે અરજદારને ઓથોરીટી સામે અરજી દાખલ કરવાની છૂટ દીધી. બેન્ચે કહ્યું કે જો આવી કોઈ અરજી દાખલ કરવામાં આવે છે તો તેના પર 8 સપ્તાહમાં કાયદા અનુસાર વિચાર કરવો જોઈએ.
જેમ ફાઉન્ડેશન દ્વારા દાખલ અરજીમાં સુપ્રિમ કોર્ટને કેન્દ્ર અને અન્યને સોશ્યલ મિડિયા મંચ પર બાળકોની પહોંચને કન્ટ્રોલ કરવા માટે બાયોમેટ્રીક લોક જેવી મજબુત વય વેરિફીકેશન સિસ્ટમની શરૂઆતને ફરજીયાત કરવાનો નિર્દેશ કરવાનો અનુરોધ કર્યો હતો. વકીલ મોહિની પ્રિયા દ્વારા દાખલ અરજીમાં બાલ સુરક્ષાનાં નિયમોનું પાલન કરવામાં નિષ્ફળ રહેનાર સોશ્યલ મીડિયા મંચ માટે સખ્ત દંડ લાગુ કરવાનો પણ અનુરોધ કરાયો છે.
- Advertisement -