હાઈકોર્ટે બંગાળ પોલીસ પર કરેલી આકરી ટિપ્પણી સુપ્રીમે હટાવી
કલકત્તા હાઈકોર્ટે ED અધિકારીઓ પર સંદેશખલીમાં થયેલી હિંસાની તપાસ CBIને સોંપવાનો મમતા સરકારને આદેશ આપ્યો હતો
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.12
સંદેશખલીમાં ઈડી અધિકારીઓ પર થયેલા હુમલાના કેસમાં હાઈકોર્ટે સીબીઆઈ તપાસનો આદેશ આપ્યો હતો. તેની સામે પશ્વિમ બંગાળની સરકારે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના નિર્ણયમાં દખલ કરવાનો ઈનકાર કર્યો હતો અને માસ્ટર માઈન્ડ શાહજહાઁ શેખને સીબીઆઈને સોંપવાનો આદેશ આપ્યો છે.
સંદેશખલીમાં તપાસ કરવા ગયેલા ઈડીના અધિકારીઓ પર હુમલો થયો હતો. એ કેસમાં સીબીઆઈ તપાસની માગણી ઉઠી હતી અને મુદ્દો હાઈકોર્ટ પહોંચ્યો હતો. કલકત્તા હાઈકોર્ટે ગયા સપ્તાહે કેસ સીબીઆઈને સોંપવાનો આદેશ આપ્યો હતો. એટલું જ નહીં, આ હિંસાના મુખ્ય આરોપી શાહજહાઁ શેખને સીબીઆઈને સોંપવાનો આદેશ પણ કર્યો હતો.
કલકત્તા હાઈકોર્ટના આદેશ સામે પશ્વિમ બંગાળની સરકારે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. મમતા બેનર્જીની સરકાર વતી સુપ્રીમ કોર્ટમાં દલીલ થઈ હતી કે સીબીઆઈ તપાસનો હાઈકોર્ટનો આદેશ ઉતાવળે લેવાયો છે. સુપ્રીમે બંગાળ સરકાર સામે મુદ્દો ઉઠાવ્યો હતો કે મુખ્ય આરોપી શાહજહાઁ શેખની ધરપકડને આટલો સમય કેમ લાગ્યો? તેના જવાબમાં બંગાળ સરકારે બચાવ કર્યો હતો કે સાત આરોપીઓની ધરપકડ થઈ ચૂકી હતી. એક માત્ર આરોપી જ ફરાર હતો. હાઈકોર્ટે બંગાળ પોલીસ બાબતે તે આક્રમક ટીપ્પણી કરી હતી તેની સામે બંગાળ સરકારે વિરોધ કર્યો હતો અને તે અયોગ્ય હોવાનું જણાવ્યું હતું એ પછી સુપ્રીમે તે ટીપ્પણીઓને હટાવવી સહમતી દર્શાવી હતી.
ઈડીના વકીલે કહ્યું હતું કે બંગાળ પોલીસની કામગીરી શંકાના દાયરામાં હતી. કારણ કે જે મુખ્ય આરોપી છે તે શાહજહાઁ શેખે જે અધિકારીઓ પર હુમલો થયો તેની સામે ફરિયાદ કરી હતી અને એ ફરિયાદ નોંધવામાં પણ આવી હતી.વળી, આરોપીને સીબીઆઈને સોંપવામાં પણ પોલીસે બહુ સમય લગાડયો.
- Advertisement -
ઉલ્લેખનીય છે કે સંદેશખલીમાં ઈડી અધિકારીઓ પર થયેલા હુમલાનો માસ્ટર માઈન્ડ શાહજહાઁ શેખ 55 દિવસ સુધી ફરાર રહ્યો હતો. તે પછી 29મી ફેબુ્રઆરીએ બંગાળ પોલીસે તેની ધરપકડ કરી હતી.