સુપ્રીમ કોર્ટે નીટ-પીજી 2022 કાઉંસલિંગમાં દખલગીરી કરવાની ના પાડી દીધી છે.
સુપ્રીમ કોર્ટે નીટ-પીજી 2022 કાઉંસલિંગમાં દખલગીરી કરવાની ના પાડી દીધી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, તે નીટ-પીજી 2022 કાઉંસલિંગમાં હસ્તક્ષેપ નહીં કરે અને ન તો તેને રોકશે. કોર્ટે કહ્યું કે, વિદ્યાર્થીઓની જીંદગી ખતરામાં નાખી શકીએ નહીં. સુપ્રીમ કોર્ટની ટિપ્પણી ત્યારે આવી છે, જ્યારે એક વકીલ તરફથી નીટ-પીજી 2022 સંબંધિત એક અરજીનો ઉલ્લેખ થયો હતો.
- Advertisement -
જસ્ટિસ ડી વાઈ ચંદ્રચૂડ અને જસ્ટિસ હેમા કોહલીની પીઠે આ મૌખિક ટિપ્પણી તે સમય કરી હતી, જ્યારે એક વકીલે નીટ પીજી સંબંધિત એક મામલાનો ઉલ્લેખ કરતા અમુક સ્પષ્ટીકરણ માગ્યા હતા. આપને જણાવી દઈએ કે, નીટ પીજી 2022 કાઉંસલિંગ 1 સપ્ટેમ્બરથી શરુ થવાનું છે.
નીટ-પીજી કાઉંસલિંગમાં હસ્તક્ષેપ નહીં કરે કોર્ટ
જસ્ટિસ ડી વાઈ ચંદ્રચૂડ અને જસ્ટિસ હેમા કોહલીની પીઠે કહ્યું કે, અમે નીટ પીજી 2022નું કાઉંસલિંગમાં હસ્તક્ષેપ નહીં કરીએ. નીટ પીજી કાઉંસલિંગને ચાલવા દો અને તેને ન રોકો કારણ કે, અમે વિદ્યાર્થીઓના ભવિષ્યને સંકટમાં નાખી શકીએ નહીં. આ અગાઉ 8 ઓગસ્ટના રોજ પણ સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, તેઓ કાઉંસલિંગ પર રોક લગાવશે નહીં. કોર્ટે કહ્યું હતુ કે, આ સમયે આવા નિર્ણયથી ગંભીર પરિણામ આવી શકે છે.
- Advertisement -
અરજીકર્તાની શું માગ હતી
અરજીકર્તાએ નીટ પીજી રિઝલ્ટ 2022માં ગરબડની આશંકા વ્યક્ત કરતા NBE પાસેથી સ્પષ્ટીકરણ કરવાની માગ કરી હતી. અરજીમાં આંસર કરી અને પ્રશ્ન પત્ર જાહેર કરવાની માગ કરી હતી. નેશનલ બોર્ડ ઓફ એજ્યુકેશન (NBE) આ વખતે આંસરી કરી અને પ્રશ્ન પત્ર જાહેર નહીં કરવાનો નિર્ણય કર્યો હતો. અરજી કર્તાનું કહેવુ છે કે, આ પરીક્ષામાં ગરબડ થઈ છે. નીટ પીજી કાઉંસલિંગ 1 સપ્ટેમ્બર 2022થી શરુ થવાનું છે. અને આ તારીખ પહેલા અરજી પર સુનાવણીની માગ કરી હતી. પણ કોર્ટે તેમા હસ્તક્ષેપ કરવાની ના પાડી દીધી હતી.