દિલ્હી લિકર પોલિસી કૌભાંડના કેસના આરોપી અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાને સુપ્રિમ કોર્ટથી મોટો ઝટકો લાગ્યો છે. કોર્ટે સિસોદિયાની અરજી પર સુનાવણી કરતા તેમને જમાનત આપવા પર મનાઇ ફરમાવી દીધી છે. જમાનત અરજી પર જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ એસવીએન ભટ્ટીની બેંચે નિર્ણય સંભળાવ્યો છે.
સિસોદિયાની દલીલી
સુપ્રિમ કોર્ટે 17 ઓક્ટોમ્બરના સુનાવણી પૂરી કરતા સિસોદિયાની જમાનત અરજી પર નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. આઠ મહીના પહેલા 26 ફેબ્રુઆરી 2023ના સીબીઆઇએ સિસોદિયાની ધરપકડ કરી હતી. સિસોદિયાના વકીલ અભિષેક મનુ સિંઘવીએ પોતાની દલીલમાં અદાલતમાં કહ્યું હતું કે, સામાન્ય રીતે સિસોદિયાથી જોડાયેલા કોઇપણ સાક્ષી નથી અને બધા સાક્ષી દસ્તાવેજ છે. જેના કારણે સિસોદિયાને જેલમાં રહેવાની કોઇ જરૂર નથી.
- Advertisement -
Supreme Court dismisses the bail plea of former Delhi Deputy CM Manish Sisodia in connection with cases related to alleged irregularities in the Delhi Excise Policy case. pic.twitter.com/3gAYUMGW9I
— ANI (@ANI) October 30, 2023
- Advertisement -
આ વર્ષ નહીં મળી શકે જમાનત?
સિસંદિયાના વકીલની દલીલ હતી કે તેમને ભાગવામાં પણ કોઇ ખતરો નથી. જયારે ઇડીનો આરોપ છે કે નવી લીકર પોલીસી કૌભાંડ કરવા માટે બનાવવામાં આવી હતી. જયારે નવી સમિતિઓ દ્વારા વિચાર-વિમર્શ કર્યા પછી પારદર્શી રીતે બનાવવામાં આવી અને તાત્કાલિન એલજીએ તેમની મંજૂરી આપી હતી. પીઠે કહ્યું કે, 8 મહિનામાં ટ્રાયલ પૂરી નથી થતી તેમજ આવનારા ત્રણ મહિનામાં ટ્રાયલની સ્પીડ ધીમી રાખવા પર સિસોદિયા જમાનતની અરજી ફરીથી દાખલ કરી શકે છે.
નિર્ણય સંભળાવતા સુપ્રિમ કોર્ટે કહ્યું કે, એજન્સીએ અમારા મોટાભાગના પ્રશ્નોના ઉચિત જવાબ આપ્યા નથી. સુપ્રમિ કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું કે, રૂપિયા અને પૈસાની લેવડ-દેવડ એકદમ ચોખ્ખી છે. ત્રણ મહિનામાં જો ટ્રાયલની સ્પીડ ધીમી રહી તો સિસોદિયા ફરી જમાનતની અરજી લાગી શકે છે. તેમનો સીધો અર્થ છે કે જો ત્રણ મહિના જમાનતના રસ્તા બંધ થઇ ગયા.
હાઇકોર્ટે કરી આ ટિપ્પણી
અત્રે ઉલ્લેખનીય છે કે, શરાબ નીતિમાં કથિત કૌભાંડ કેસમાં સીબીઆઇ 26 જાન્યુઆરીના મનીષ સિસોદિયાની ધરપકડ કરી હતી. ત્યાર પછી ઇડીએ તેમની ધરપકડ કરી હતી. મેમાં દિલ્હી હાઇકોર્ટે મનીષ સિસોદિયાની જમાનત અજી નકારી કાઢતાં કહ્યું કે, તેમનો આરોપ અતિ ગંભીર છે. મનીષના આ કેસમાં વ્યવહાર સાચા દેખાઇ રહ્યા નથી અને સાક્ષીને પણ પ્રભાવિત કરી શકે છે. તેમની પાસે 18 વિભાગ છે. તેઓ પૂર્વ ઉપ મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. જેના લીધે તેમને જમાનત આપી શકાય નહીં.