કુતિયાણાના ખેડુતોને પાક સામે ન્યાયસંગત કિંમત અને વચેટીયાઓથી મુક્તિ
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
પોરબંદરમાં ખેડુતોના હિત માટે મહત્વપૂર્ણ પગલું ભરતા કુતિયાણા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (અઙખઈ) ખાતે ટેકાના ભાવ હેઠળ ખરીદી કાર્યનો પ્રારંભ કરવામાં આવ્યો છે. હવે ખેડૂતોને સરકારી ટેકાના ભાવ (ખજઙ) મુજબ તેમની પાકોની ન્યાયસંગત કિંમત મળશે અને વચેટીયાઓથી પણ મુક્તિ મળશે. સરકાર દ્વારા નિર્ધારિત ટેકાના ભાવ મુજબ ઉનાળુ મગના પાકની કુતિયાણા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (અઙખઈ) ખાતે ઈન્ડી એગ્રો ઉન્સોર્ટયમ ઉત્પાદક કંપની લી. ના સહકારથી ખરીદી શરૂ કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ટેકાના ભાવે ઉનાળુ મગ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (અઙખઈ) ખાતે વહેંચમાં માટે જરૂરી વિગતો સાથે આઇ કિસાન પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે.
- Advertisement -
વરસાદી વાતાવરણમાં ખેડુતોએ પોતાનો પાક દુર-દુર કોઈ જગ્યા પર વહેંચવા ન જવો પડે અને નજીકમાં જ ટેકાના ભાવ મળી રહે એવા ઉમદા હેતુથી શરૂ કરાયેલ આ ટેકાના ભાવની ખરીદી માટે કુતિયાણા એપીએમસી ખાતે અત્યાર સુધી આશરે 300 જેટલા ખેડુતેના રજીસ્ટ્રેશન થઇ પણ ચુકયા છે.
આ યોજનાથી ખેડૂતોને પાકનું યોગ્ય મૂલ્ય મળીશે અને ધરતીના ધણી આર્થિક રીતે સશક્ત થશે. આ પ્રસંગે કુતિયાણા એપીએમસીના સેક્રેટરી દેવાયતભાઈ, પોરબંદર જિલ્લા રજીસ્ટ્રાર અને કુતિયાના એપીએમસી વહિવટદાર રીનાબેન પટેલ, ખેડુત આગેવાન દિલિપભાઈ ઓડેદરા, ખેતિવાડી વિભાગના પ્રતિનિધિઓ, ખરીદી એજન્સીઓ તથા સ્થાનિક ખેડૂતોની વિશેષ હાજરી રહી હતી.



