20 જૂને અભિનેતા રામ ચરણ અને તેમના પત્ની ઉપાસનાના ઘરે પારણું બંધાયુ હતું. ઉપાસનાએ દિકરીને જન્મ આપ્યો હતો અને હવે તેમનું નામ સામે આવ્યું છે. ઓક્ટરે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે.
ફિલ્મ RRR ફેમ એક્ટર રામ ચરણના ઘરે થોડા સમય પહેલા જ પારણુ બંધાયું છે. રામ ચરણની પત્ની ઉપાસનાએ 20 જૂને દિકરીને જન્મ આપ્યો હતો. જેની જાણકારી મળતા જ ફેન્સ અને સેલેબ્સે કપલને શુભકામનાઓ આપી હતી. એવામાં હવે બેબી ગર્લનું નામ પણ સામે આવી ગયું છે. ત્યાં જ કપલે જે દિકરીનું નામ રાખ્યું છે તેનો મતલબ જાણીને તમે ખુશ થઈ જશો.
- Advertisement -
View this post on Instagram- Advertisement -
શું રાખવામાં આવ્યું દિકરીનું નામ?
હકીકતે આજે રામ ચરણની દિકરીની દિકરીની નામકરણ સેરેમની હતી અને તેમની ઝલક ઉપાસનાએ પોતાના સોશિયલ મીડિયા પર શેર કરી હતી. તેના બાદથી જ ફેન્સ દિકરીનું નામ જાણવા માટે ઉત્સાહિત છે.
એવામાં હવે કપલે દિકરીનું નામ અને તેનો મતલબ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. સોશિયલ મીડિયા પર રામે આખા પરિવારની સાથે ફોટો શેર કર્યો અને જણાવ્યું કે દિકરીનું નામ ‘કલિન કારા કોનિડેલા’ રાખવામાં આવ્યું છે.
View this post on Instagramશું છે આ નામનો મતલબ?
કલિન કારા કોનિડેલા, એક પવિત્ર હિંદૂ ગ્રંથ લલિતા સહસ્ત્રનામથી આપવામાં આવ્યો છે. તેમાં હિંદૂ માતા દેવી લલિતા દેવીના હજારો નામોની યાદી છે. આ નામ એક પરિવર્તનકારી, શુદ્ધ કરનાર ઉર્જાનો પ્રતીક છે જે આધ્યાત્મિક જાગૃતિ લાવે છે.
ત્યાં જ સોશિયલ મીડિયા પર જે ફોટો સામે આવ્યો છે તેમાં રામની સાથે જ તેમની પત્ની, તેમની નાનકડી દિકરી અને મેગા સ્ટાર ચિરંજીવી પણ જોવા મળી રહ્યા છે. આ ખાસ અવસર પર બધા પારંપરિક વેશભૂષામાં જોવા મળી રહ્યા છે.



