જૂનાગઢમાં ધનતેરસ થી નૂતન પર્વે માતાજીના દર્શનની પરંપરા
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.18
જૂનાગઢના દાણાપીઠ વિસ્તારમાં સાડા ચાર દાયકા જૂનું પ્રાચીન મહાલક્ષ્મી મંદિર આવેલું છે. જેમાં માતાજીનું બાળ સ્વરૂપ બિરાજમાન છે. આવતીકાલ તા.18ના ધનતેરસથી મોટી સંખ્યામાં ભાવિકો માતાજીના દર્શન કરવા ઉમટી પડશે.જૂનાગઢમાં તહેવાર પર અનોખી પરંપરા ચાલતી આવી છે. નવરાત્રીના દિવસોમાં લોકો વાઘેશ્વરી માતાજીના મંદિરે દર્શન કરવા જાય છે. જ્યારે દિવાળી, નૂતન વર્ષ પર ર્ષ પર લોકો મહાલક્ષ્મી માતાજીના દર્શને જાય છે.
શહેરના દાણાપીઠ વિસ્તારમાં અંદાજે 450 વર્ષ જૂનું મહાલક્ષ્મી માતાજીનું પ્રાચીન મંદિર આવેલું છે. જેમાં મહાલક્ષ્મીજીના આઠ સ્વરૂપમાનું એક એવા ગજલક્ષ્મી બાળ સ્વરૂપ બિરાજમાન છે. માતાજીના આભૂષણો પણ રાજાશાહી વખતના છે. જૂનાગઢમાં દર વર્ષે ધનતેરસથી ભાઈબીજ સુધી મહાલક્ષ્મી માતાજીના દર્શન કરવા જવાની પરંપરા છે. આવતીકાલે ધનતેરસથી મહાલક્ષ્મી મંદિર ખાતે વહેલી સવારથી જ ભાવિકો માતાજીના દર્શન માટે ઉમટી પડશે. વહેલી સવારે 5:30થી બપોરે 1 સુધી અને સાંજે 4 વાગ્યાથી રાત્રિના 11 વાગ્યા સુધી મંદિર ખુલ્લું રહેશે. તા.21 ના મંગળવારે અન્નકોટ યોજાશે. જેના દર્શનનો સમય સાંજે 5:30થી 9 વાગ્યા સુધીનો રહેશે. ભાવિકોની ભીડના લીધે મંદિર ખાતે બંદોબસ્ત રાખવામાં આવ્યો છે.
- Advertisement -