રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરસોતમ રૂપાલાએ યોગેશભાઈ પુજારાના માતૃશ્રી મંજૂલાબેન પૂજારાના આશીર્વાદ લીધા હતા.
યોગેશ પુજારા દ્વારા પરસોતમ રૂપાલાનું વિશેષ સન્માન કરાયું, વિશેષ સન્માન માટે ઠાકોરજી પધાર્યા મારા દેશ નામનો કાર્યક્રમ યોજાયો, રાજકોટ લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર પરસોતમ રૂપાલાની ઉપસ્થિતિ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.21
પુજારા ટેલિકોમ અને પુજારા પરિવાર દ્વારા શ્રીનાથજીની ઝાંખીનું ભવ્ય આયોજન તેમના ફાર્મ હાઉસ અદીરા ખાતે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સમાજના શ્રેષ્ઠિઓ, રાજકીય આગેવાનો સહિતના ખૂબ મોટી સંખ્યામાં વૈષ્ણવો ઉપસ્થિત રહ્યા હતા. આ તકે પુજારા પરિવાર અને પુજારા ટેલિકોમ દ્વારા રાજકોટ લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર તેમજ કેન્દ્રીય મંત્રી પરસોતમ રૂપાલાનું પણ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું અને તેઓને સન્માનિત કરાયા હતા.
શ્રીનાથજીની ઝાંખી કાર્યક્રમમાં યોગેશભાઈ પુજારાએ પરસોતમ રૂપાલાના રમુજી અને સરળ સ્વભાવના વખાણ કરતા જણાવ્યું હતું કે, આ એકમાત્ર એવા નેતા છે કે જેમની પાસે દરેક પ્રશ્નોનું સમાધાન છે. કોઈપણ વ્યક્તિ જો રૂપાલાજીનો સંપર્ક કરે તો તેઓ નાસીપાસ થતા નથી. સાથોસાથ તેઓ જણાવ્યું હતું કે રાજકોટની ધરા ખરા અર્થમાં ભાગ્યશાળી છે કે તેઓને ઉમેદવાર તરીકે પરસોતમ રૂપાલા મળ્યા છે. તેઓ નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં રાજકોટથી લઈ સમગ્ર રાષ્ટ્ર અને દુનિયાભરમાં આપણું નામ રોશન કરશે. લોકસભા ચૂંટણીમાં તેમની જંગી બહુમતી સાથે જીત નિશ્ચિત છે.
- Advertisement -
પુજારા ટેલિકોમના કાર્યક્રમમાં અનેક સમાજ શ્રેષ્ઠીઓ, રાજકીય આગેવાનો સહિત વૈષ્ણવો ખૂબ મોટી સંખ્યામાં રહ્યા ઉપસ્થિત
પરસોતમ રૂપાલા એ પણ આ દિવ્ય કાર્યક્રમને બિરદાવ્યો હતો અને જણાવ્યું હતું કે, ભગવાન શ્રીનાથજી હરહંમેશ લોકોની વહારે રહ્યા છે અને ભગવાનના અનેકો ચમત્કાર છે કે જેનાથી તેઓ વાકેફ છે. એટલું જ નહીં તેઓએ ઉમેર્યું હતું કે ભારત દેશ શક્તિનું પૂજન કરનારો દેશ છે જ્યારે અમુક તત્વો કે જે દેશમાં જ વસવાટ કરે છે તે શક્તિની સામે પડ્યા છે. તેઓએ આશા સાથે અપીલ પણ કરી હતી કે ચૂંટણી સમયે પક્ષને માત્ર રાજકોટવાસીઓનો સાથ અને સહકાર જ જોઈએ છે. રાજકોટ તેમના માટે હંમેશા ખાસ રહ્યું છે.
ઠાકોરજી પધાર્યા મારે ઘેર નામના કાર્યક્રમ શ્રીનાથજી ઝાંખીમાં ખૂબ મોટી સંખ્યામાં મોબાઈલ ક્ષેત્રના અગ્રણીઓ ઉપરાંત ભાવિક ભક્તો જોડાયા હતા. આ કાર્યક્રમમાં ભાજપ અગ્રણી વજુભાઈ વાળા, લોકસભાના સાંસદ મોહનભાઈ કુંડારીયા, રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા, કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, ધારાસભ્ય દર્શિતાબેન શાહ, શહેર ભાજપના આગેવાનો ધનસુખભાઈ ભંડેરી, પુષ્કરભાઈ પટેલ, કમલેશભાઈ મીરાણી, ગુણવંતભાઈ ડેલાવાળા, પરેશભાઈ ગજેરા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. એટલું જ નહીં મોબાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલા વિવિધ કંપનીઓના માલિકો તથા ડિસ્ટ્રીબ્યુટર પણ હાજર રહ્યા હતા અને તેઓએ પણ પરષોતમ રૂપાલાનું સન્માન કર્યું હતું.