રેન્જના 5 જિલ્લામાં દારૂને લગતા 209 ગુના દાખલ કર્યા
રાજકોટ, જામનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, સુરેન્દ્રનગર જિલ્લામાંથી 83 પીધેલા પકડાયા
ખાસ-ખબર સંવાદદાતા
થર્ટી ફર્સ્ટ – ન્યુયરના તહેવાર દરમિયાન રાજકોટ રેન્જના પાંચ જિલ્લામાં પ્રોહીબિશનનને લગતા 209 ગુના નોંધાયા હતા. રાજકોટ, જામનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, સુરેન્દ્રનગર જિલ્લામાં રેન્જ આઈજી અશોકકુમાર યાદવના માર્ગદર્શન હેઠળ બંદોબસ્ત પ્લાન તૈયાર કરાયો હતો. રેન્જના 5 જિલ્લાઓમાં પોલીસે થર્ટી ફર્સ્ટ નાઇટમાં 83 લોકોને પીધેલ હાલતમાં ઝડપેલ હતા. દારૂના જથ્થા સાથે પકડાયાના 69 કેસ નોંધાયા હતા. નશો કરી વાહન ચલાવવાતા 57 લોકો સામે ડ્રિન્ક એન્ડ ડ્રાઇવની ફરિયાદ દાખલ થઈ હતી. એમ કુલ 209 પ્રોહીબીશનના ગુન્હાઓ દાખલ કરવામાં આવેલ હતા. રાત્રીના મોડે સુધી હોટેલો, ફાર્મ હાઉસ, કલબો, પ્રાઇવેટ પાર્ટી પ્લોટ વિગેરે જાહેર સ્થળોએ ડાન્સ તથા ડિનર પાર્ટીના કાર્યક્રમો આયોજન કરવામાં આવતુ હોય છે. જેથી આ બાબતોને ધ્યાને રાખી રાજકોટ રેન્જના પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવની સુચના અનુસાર રાજકોટ રેન્જના તમામ જિલ્લાઓમાં એક ખાસ પ્રોહીબીશન ડ્રાઇવનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં દ્વારકા જીલ્લામાં પીધેલના-16, દેશી દારૂના કબ્જાના-7, ઈંગ્લીશ દારૂના-3, ડ્રિન્ક એન્ડ ડ્રાઇવના-5 કુલ મળી-31 ગન્હાઓ દાખલ કરવામાં આવેલ. જામનગર જિલ્લામાં પીધેલના-23, દેશી દારૂના કબ્જાના-16, ઈંગ્લીશ દારૂના 4, ડ્રિન્ક એન્ડ ડ્રાઇવના 15 કુલ મળી 58 ગન્હાઓ દાખલ કરવામાં આવેલ હતા. મોરબી જિલ્લામાં પીધેલના 12, દેશી દારૂના કબ્જાના-5, ઈંગ્લીશ દારૂના-7, ડ્રિન્ક એન્ડ ડ્રાઇવના-7 કુલ મળી-31 ગન્હાઓ દાખલ કરવામાં આવેલ હતા. રાજકોટ રૂરલ પોલીસ દ્વારા જિલ્લામાં પીધેલના 19, દેશી દારૂના કબ્જાના 14, ઈંગ્લીશ દારૂના 2, ડ્રિન્ક એન્ડ ડ્રાઇવના-24 કુલ મળી-59 ગન્હાઓ દાખલ કરવામાં આવેલ હતા. સુરેન્દ્રનગર જિલ્લામાં પીધેલના-13, દેશી દારૂના કબ્જાના-9, ઈંગ્લીશ દારૂના-2, ડ્રિન્ક એન્ડ ડ્રાઇવના-6 કુલ મળી-30 ગન્હાઓ દાખલ કરવામાં આવેલ.એમ રાજકોટ રેન્જ વિસ્તામાં કુલ-209 પ્રોહીબીશનના ગુન્હાઓ દાખલ કરવામાં આવ્યા હતા.