વ્યવસાય વેરાનાં લાઇસન્સ માટે એક લાખની લાંચ માંગી હતી
ખાસ-ખબર સંવાદદાતા
વેરાવળનાં સુપાસી ગામનાં તલાટી કમ મંત્રી રૂપિયા 27 હજારની લાંચ લેતા રંગે હાથે ઝડપાયો છે. વ્યવસ્યા વેરાનાં લાઇસન્સનાં 1 લાખ રૂપિયા માંગ્યાં હતાં. અંતે 60 હજાર રૂપિયા આપવાનું નકકી થયું હતું. બે ભાગમાં રૂપિયા આપવાનાં હતાં.
- Advertisement -
બનાવની મળતી વિગત મુજબ વેરવાળનાં સુપાસી ગામનાં તલાટી કમ મંત્રી પરેશ નાથાભાઇ ચાવડાએ વ્યવસાય વેરાનાં લાઇસન્સની અરજી મંજુર કરી આપવા માટે અરજદાર પાસેથી રૂપિયા 1 લાખની માંગણી કરી હતી. જે રકજક ના અંતે રૂપિયા 60,000 આપવાનું નકકી થયું હતું. જે લાંચની રકમ પૈકીના રૂપિયા 30,000 પહેલા આપવાના અને બાકીના રૂપિયા 30,000 અરજી મંજૂર થયા બાદ આપવાનું નક્કી થયું હતું. જે લાંચની રકમ અરજદાર આપવા માંગતા ના હોય એસીબીનો સંપર્ક કર્યો હતો અને છટકાનું ગોઠવ્યું હતું. બાદ વેરાવળ-કોડીનાર હાઇવે પર નકકી કરેલી જગ્યાએ લાંચની રકમ લેવા આવતા તલાટી મંત્રીને બોટાદ એસીબીએ ઝડપ લીધો હતો. તલાટી મંત્રીએ વાતચીત કરી લાંચના રૂપિયા 30,000 માંગી સ્વિકારી લીધા હતાં. તેમાંથી રૂપિયા 3,000 પરત આપ્યાં હતાં. અને રૂપિયા 27,000 ની લાંચની રકમ સાથે સ્થળ ઉપર એસીબીએ ઝડપી લીધો હતો.બોટાદ એસીબીનાં પીઆઇ આર.ડી. સગર અને ટીમે છટકું ગોઠવ્યું હતું અને સુપરવિઝન જૂનાગઢ એસીબીનાં મદદનીશ નિયામક બી.એલ.દેસાઇએ કર્યું હતું.



