સની દેઓલ અને અમીષા પટેલની ફિલ્મે 7 દિવસમાં વર્લ્ડ વાઈડ 300 કરોડની કમાણી કરીને બોક્સ ઓફિસ પર ગદર મચાવી છે. પઠાણ પછી આ વર્ષની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની
હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે છેલ્લું સપ્તાહ શાનદાર રહ્યું છે. સની દેઓલ અને અમીષા પટેલની ફિલ્મ ‘ગદર 2’ એ બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી છે. 11મી ઑગસ્ટના રોજ રિલીઝ થયેલી ગદર 2 એ તેનું પ્રથમ અઠવાડિયું રન પૂર્ણ કર્યું છે. તોફાનની જેમ આ ફિલ્મે 7 દિવસમાં બમ્પર કમાણી કરી છે. જો કે સપ્તાહના છેલ્લા દિવસે ગુરુવારે ફિલ્મની કમાણીમાં પણ 32%નો ઘટાડો નોંધવામાં આવ્યો છે.
- Advertisement -
ફિલ્મે વર્લ્ડ વાઈડ 300 કરોડની કમાણી કરી
સની દેઓલ અને અમીષા પટેલની ફિલ્મ ‘ગદર 2’ એ પહેલા દિવસથી લઈને અત્યાર સુધી દરરોજ ડબલ ડિજિટમાં કમાણી કરી રહી છે. ફિલ્મે તેના પહેલા અઠવાડિયામાં જ વર્લ્ડ વાઈડ 300 કરોડની કમાણી કરી લીધી છે. સાતમા દિવસે ફિલ્મે લગભગ 22 કરોડનો બિઝનેસ કર્યો છે. આ રીતે 7 દિવસમાં ભારતીય બોક્સ ઓફિસ પર ફિલ્મે 283.35 કરોડનો બિઝનેસ કર્યો છે. તો વર્લ્ડવાઈડ 338 કરોડની કમાણી કરી છે.
Janta, your role is too big for just a 'thank you'! 🥹🫶🏻
Book your tickets!
🔗 – https://t.co/UhUvwui0rS#Gadar2 in cinemas now. 🎞️ pic.twitter.com/tBAuGGvbvW
- Advertisement -
— GadarOfficial (@Gadar_Official) August 18, 2023
KGF 2 અને ‘બાહુબલી 2’ ફિલ્મને પાછળ છોડી
‘ગદર 2’ એ 7 દિવસની કમાણી કરીને સૌથી મોટો રેકોર્ડ બનાવ્યો છે. આ વર્ષની શરૂઆતમાં રિલીઝ થયેલી શાહરૂખ ખાનની ફિલ્મ ‘પઠાણ’એ 7 દિવસમાં કુલ 378 રૂપિયાનું કલેક્શન કર્યું હતું. ત્રણ ભાષાઓમાં રિલીઝ થયેલી ‘પઠાણ’એ માત્ર હિન્દી વર્ઝનમાંથી 351 કરોડ રૂપિયાની કમાણી કરી હતી, જે હિન્દી ફિલ્મ માટે પ્રથમ સપ્તાહનું સૌથી મોટું કલેક્શન છે. હવે ‘પઠાણ’ પછી ‘ગદર 2’ સીધી બીજા નંબર પર આવી ગઈ છે જેનું પ્રથમ સપ્તાહનું કલેક્શન 283 કરોડથી વધુ છે. અત્યાર સુધી યશની ફિલ્મ ‘KGF 2’ (હિન્દી) ‘પઠાણ’ પછી બીજા નંબર પર હતી. ફિલ્મે માત્ર હિન્દી વર્ઝનથી તેના પહેલા અઠવાડિયામાં જ 268 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. પરંતુ હવે તે ‘ગદર 2’ની નીચે ત્રીજા નંબરે પહોંચી ગઈ છે. આ પછી ‘બાહુબલી 2’ ચોથા નંબર પર આવે છે, જેણે હિન્દી વર્ઝનથી પહેલા સપ્તાહમાં 247 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.
H-I-S-T-O-R-I-C… #Gadar2 puts up a SENSATIONAL TOTAL in Week 1… Will hit ₹ 300 cr TODAY [second Fri]… Fri 40.10 cr, Sat 43.08 cr, Sun 51.70 cr, Mon 38.70 cr, Tue 55.40 cr, Wed 32.37 cr, Thu 23.28 cr. Total: ₹ 284.63 cr. #India biz.
The #BO performance of #Gadar2 is a… pic.twitter.com/MXb5vqjGE6
— taran adarsh (@taran_adarsh) August 18, 2023
‘ગદર 2’ આ વર્ષની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની
નોંધનીય છે કે પઠાણ ફિલ્મે ભારતમાં 540 કરોડનું નેટ કલેક્શન કર્યું હતું. ‘કેરળ સ્ટોરીઝ’ બીજા નંબર પર હતી. તેનું કલેક્શન લગભગ 242 કરોડ હતું. ગદર 2 એ અત્યાર સુધી 283.35 કરોડનો બિઝનેસ કર્યો છે. એવામાં જો ‘ગદર 2’ને પઠાણના ડોમેસ્ટિક કલેક્શનને ટચ કરવું હોય તો આ સપ્તાહના અંતે બમ્પર કમાણી કરવી પડશે. એક અહેવાલ અનુસાર શુક્રવારે ફિલ્મ 17 કરોડની કમાણી કરી શકે છે. એટલે કે ગ્રોસની સાથે ફિલ્મનું નેટ કલેક્શન પણ 300 કરોડને પાર કરી જશે. જો ફિલ્મ શનિવાર અને રવિવારે 30 થી 40 કરોડના આંકડાને સ્પર્શે છે, તો જ તે ‘પઠાણ’ના ઘરેલુ કલેક્શન સુધી પંહોચી શકે છે.