મરાઠી અને હિન્દી ફિલ્મોના જાણીતા અભિનેતા સુનીલ શેંડેનું નિધન થયું છે. તેમણે 75 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા.
મરાઠી અને હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝે વધુ એક સ્ટાર ગુમાવ્યા છે. દિગ્ગજ ફિલ્મ અભિનેતા સુનીલ શેંડેનું નિધન થયું છે. સુનીલ શેંડેએ 75 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. તેણે આમિર ખાન અભિનીત ફિલ્મ ‘સરફરોશ’, ‘ગાંધી’ અને સંજય દત્ત અભિનીત ‘વાસ્તવ’ જેવી ઘણી ફિલ્મોમાં મહત્વની ભૂમિકાઓ ભજવી હતી. તેમની ભૂમિકાઓ દર્શકોમાં ખૂબ જ લોકપ્રિય હતી.
- Advertisement -
‘सरफरोश’, ‘गांधी’, ‘वास्तव’ यासारख्या चित्रपटातून आपल्या अभिनयाची छाप पाडणारे, मराठी रंगभूमीवरील सशक्त अभिनेते सुनील शेंडे यांचे काल वयाच्या 75 व्या वर्षी निधन झाले. त्यांना भावपूर्ण श्रद्धांजली. ईश्वर त्यांच्या आत्म्यास शांती देवो..
.
.#sunilshende #भावपूर्णश्रद्धांजली pic.twitter.com/NBZj1G45fg
— Pratap Baburao Sarnaik (@PratapSarnaik) November 14, 2022
- Advertisement -
કેવી રીતે થયું નિધન?
તેમના જ ઘરમાં સુનિલને ચક્કર આવ્યા હતા. બાદમાં શરીરમાંથી લોહિ નીકળવાના કારણે તેઓનું મોત નિપજ્યું. રાતે એક વાગ્યે વિલેપાર્લે સ્થિત તેમને ઘરે તેમનું નિધન થયું. આજે તેમના પાર્થિવ શરીરને પરશીવાડા સ્થિત સ્મશાન ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
Great actor and and a great human being …Shri Sunil Shende is no more.I was fortunate enough to get a chance to work with him in the serial Shanti, I played his son. Babuji saadar shraddhanjali 💐🙏 pic.twitter.com/Blt1bDOtB0
— Rajesh Tailang (@rajeshtailang) November 14, 2022
પરિવારમાં કોણ- કોણ છે?
અભિનેતા સુનીલ તેમની પાછળ પત્ની અને બે પુત્રો છોડી ગયા છે. તેમના પુત્રોના નામ ઋષિકેશ અને ઓમકાર છે. જણાવી દઈએ કે સુનીલ શાહરૂખ ખાનની ટીવી સીરિયલ પણ જોવા મળ્યા હતા. આ સિવાય તે હિટ સિરિયલ શાંતિ, પહેલો પ્યારમાં પણ જોવા મળ્યો હતો. સુનીલે તેની એક્ટિંગ કરિયરની શરૂઆત ફિલ્મ ગાંધીથી કરી હતી. તેમણે નરસિમ્હા, ખલનાયક, ઘાયલ, ખામોશીઃ ધ મ્યુઝિકલ, ઝિદ્દી અને ગુનાહ જેવી ફિલ્મોમાં મહત્વની ભૂમિકાઓ ભજવી હતી.