સુનીલ ગ્રોવર કોમેડી ક્ષેત્રનું જાણીતું નામ છે. તે પોતાની કોમિક ટાઈમિંગથી ચાહકોનું દિલ જીતી લે છે. સુનીલે સલમાન ખાન સાથે કામ કર્યું છે. આ સિવાય તેણે OTT પ્લેટફોર્મમાં પણ સારું કામ કર્યું છે. સુનિલ માત્ર કોમેડીથી જ લોકોને પ્રભાવિત નથી કરતો, પરંતુ તે પોતાના ગંભીર અભિનયથી દર્શકોને પણ ચોંકાવી દે છે. તેની એક્ટિંગને ફેન્સ તરફથી સારા વ્યુઝ મળે છે.જ્યારે તેની હાર્ટ સર્જરીના સમાચાર સામે આવ્યા ત્યારે સુનીલને ઓનસ્ક્રીન કોમેડી કરતા જોઈને ચાહકો ચોંકી ગયા હતા. સુનીલ લાંબા સમયથી બીમાર હતો અને ડોક્ટરોએ તેની બાયપાસ સર્જરી બાદ તેને આરામ કરવાની સલાહ આપી હતી. સર્જરીના લગભગ બે મહિના પછી સુનીલ ફિટ અને ફાઇન છે અને પરત ફરવા માટે તૈયાર છે.