સરગમ ક્લબ સંચાલિત સીનીયર સીટીઝન પાર્ક ઇવનિંગ પોસ્ટમાં તા.17/04/22 રવિવારનાં રોજ 5:30 કલાકે ડો.અસિતભાઈ ભટ્ટ દ્રારા એક સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવેલ છે. જુના હિંન્દી ફિલ્મી ગીતો તેમજ મધુર યાદગાર ગીતો કારાઓકે ઉપર રજુ કરવામાં આવશે. તો તમામ સરગમ કલબના ઇવનિંગ પોસ્ટના તમામ સભ્યોએ આઈ કાર્ડ ઉપર પ્રવેશ મળશે. આઈ કાર્ડ સાથે લઈને આવવું ફરજીયાત છે. તેના વગર પ્રવેશ નહિ મળે. સરકારશ્રીના ગાઈડલાઈન મુજબ અમલ કરવાનો રહેશે. તમામ સભ્યોએ ફરજીયાત માસ્ક પહેરીને આવવાનું રહેશે. તમામ મેમ્બરે સમયસર હાજરી આપવી. કાર્યક્રમને સફળ બનાવવા માટે સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળા તેમજ ઇવનિંગ પોસ્ટનાં ઇન્ચાર્જ મનસુખભાઈ મકવાણા, અસિતભાઈ ભટ્ટ જહેમત ઉઠાવી રહ્યા છે.
ઇવનિંગપોસ્ટના સિનિયર સિટીઝન માટે રવિવારે સંગીત સંધ્યાનો કાર્યક્રમ
You Might Also Like
Follow US
Find US on Social Medias