સુંદર પિચાઈએ કહ્યું, અમે ગુજરાત ઇન્ટરનેશનલ ફિન-ટેક (ગિફ્ટ) સિટી ગુજરાતમાં અમારા ગ્લોબલ ફિનટેક ઓપરેશન્સ સેન્ટરની શરૂઆતની જાહેરાત કરી રહ્યા છીએ
વડાપ્રધાન મોદીએ પોતાની અમેરિકા યાત્રા દરમિયાન અનેક દિગ્ગજો સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન તેઓ અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન, ઉપપ્રમુખ કમલા હેરિસ અને અન્ય અગ્રણી નેતાઓ તેમજ અગ્રણી અમેરિકન કંપનીઓના ઉચ્ચ અધિકારીઓને મળ્યા હતા. જેમાં ગૂગલના ભારતીય મૂળના સીઈઓ સુંદર પિચાઈનો સમાવેશ થાય છે. પીએમ મોદીને મળ્યા બાદ પિચાઈએ કંપની વતી મોટી જાહેરાત કરી છે.
- Advertisement -
VIDEO | PM Modi meets Google CEO Sundar Pichai in Washington DC.#PMModiUSVisit pic.twitter.com/8AUcpi2s0O
— Press Trust of India (@PTI_News) June 23, 2023
- Advertisement -
ગૂગલના CEOએ જણાવ્યું કે, કંપની ગુજરાતમાં તેનું ગ્લોબલ ફિનટેક (ફાઇનાન્સિયલ ટેક્નોલોજી) ઓપરેશન સેન્ટર ખોલશે. આ સાથે સુંદર પિચાઈએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડિજિટલ ઈન્ડિયા કાર્યક્રમની પણ પ્રશંસા કરી હતી.
ન્યૂઝ એજન્સી સાથે વાત કરતાં પિચાઈએ કહ્યું કે, વડાપ્રધાન મોદીની અમેરિકાની ઐતિહાસિક મુલાકાત દરમિયાન તેમને મળવું સન્માનની વાત છે. અમે વડાપ્રધાનને કહ્યું કે, Google ભારતના ડિજિટાઇઝેશન ફંડમાં $10 બિલિયનનું રોકાણ કરી રહ્યું છે. અમે ગુજરાત ઇન્ટરનેશનલ ફિન-ટેક (ગિફ્ટ) સિટી ગુજરાતમાં અમારા ગ્લોબલ ફિનટેક ઓપરેશન્સ સેન્ટરની શરૂઆતની જાહેરાત કરી રહ્યા છીએ.
#WATCH | Google CEO Sundar Pichai after meeting PM Modi, says "It was an honour to meet PM Modi during the historic visit to the US. We shared with the Prime Minister that Google is investing $10 billion in India's digitisation fund. We are announcing the opening of our global… pic.twitter.com/ri42wI3Adv
— ANI (@ANI) June 23, 2023
ડિજિટલ ઈન્ડિયાના વખાણ કરતાં Google CEOએ કહ્યું કે, ડિજિટલ ઈન્ડિયા માટે વડાપ્રધાનનું વિઝન તેના સમય કરતાં આગળ હતું અને હવે હું તેને એક બ્લુપ્રિન્ટ તરીકે જોઉં છું જેને અન્ય દેશો અનુસરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
VIDEO | "His (PM Modi's) vision for Digital India was way ahead of its time," says Google CEO Sundar Pichai after meeting PM Modi in Washington.#PMModiUSVisit pic.twitter.com/y2EiK1Zi7F
— Press Trust of India (@PTI_News) June 23, 2023
વડાપ્રધાન મોદીને મળ્યા આ દિગ્ગજો
સુંદર પિચાઈ ઉપરાંત એલન મસ્ક સહિત ટોચના અમેરિકન ઉદ્યોગપતિઓ, એપલના સીઈઓ ટિમ કૂક, સ્પેસ એક્સ, ટેસ્લા અને ટ્વિટર સહિત અનેક કંપનીઓના બોસ વડાપ્રધાન મોદીને મળ્યા હતા. વડાપ્રધાન મોદીને મળ્યા બાદ એલન મસ્કે પોતાને પોતાનો ફેન જાહેર કર્યો હતો. એલન મસ્કે કહ્યું કે, હું ભારતના ભવિષ્યને લઈને ખૂબ જ ઉત્સાહિત છું. મને લાગે છે કે વિશ્વના કોઈપણ મોટા દેશ કરતાં ભારતમાં વધુ સંભાવનાઓ છે. ટેસ્લાના ચીફ એક્ઝિક્યુટિવ એલન મસ્કનું કહેવું છે કે, તેમની ઇલેક્ટ્રિક કાર કંપની ભારતમાં શક્ય તેટલું જલ્દી રોકાણ કરવાની તકો શોધી રહી છે.
#WATCH | Washington, DC | PM Narendra Modi met top CEOs and Chairmen from the US and India at the White House earlier today.
Microsoft CEO Satya Nadella, Google CEO Sundar Pichai, NASA astronaut Sunita Williams, Mahindra Group Chairman Anand Mahindra, Reliance Industries… pic.twitter.com/QXC9Ji68nk
— ANI (@ANI) June 23, 2023