રૂા. 400 લાખના ખર્ચે મંજુર થયેલ
અરવિંદ રૈયાણી, મોહન કુંડારીયા, ભુપત બોદરની રાજય સરકારને સફળ રજૂઆતને પગલે હાલ રાજકોટ જિલ્લાના મોટાભાગના હાઈવે- રસ્તા પર કામગીરી પૂર્ણ તેમજ અમુક રસ્તાઓની કામગીરી હાલ કાર્યરત
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ ભૂપતભાઈ બોદરની એક જણાવાયું છે કે તાજેતરમાં ચોમાસામાં ભારે વરસાદને પગલે રાજકોટ જિલ્લાના હાઈ-વેને નુકશાન થયેલ હોય ગ્રામજનો વતી પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણી, પ્રદેશ મહામંત્રી વિનોદભાઈ ચાવડા, પ્રદેશ ઉપાધ્યક્ષ ડો. ભરતભાઈ બોઘરા, રાજયના મંત્રી અરવિંદભાઈ રૈયાણી, સાંસદ મોહનભાઈ કુંડારીયા અને રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ ભૂપતભાઈ બોદર, પ્રભારી મહેન્દ્રસિંહ સરવૈયા, રક્ષાબેન બોળીયા, જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઈ ખાચરીયા તથા મહામંત્રીઓ, નાગદાનભાઈ ચાવડા, મનસુખભાઈ રામાણી, મનીષભાઈ ચાંગેલાએ આ તમામ રસ્તાઓ રી-કાર્પેટ કરવા માટે રાજય સરકારને રજુઆત કરેલ હોય, ઉપરોકત અગ્રણીઓની સફળ રજુઆતને પગલે હાલ રાજકોટ જિલ્લાના મોટાભાગના હાઈવે- રસ્તા પર કામગીરી પૂર્ણ થઈ ગયેલ છે અને અમુક રસ્તાઓની કામગીરી હાલ ચાલુ છે ત્યારે રાજકોટ જિલ્લામાં રૂા. 400 લાખના ખર્ચે મંજુર થયેલ કુવાડવાથી વાંકાનેર સ્ટેટ હાઈવે પર રી-કાર્પેટ કામનો પ્રારંભ રાજયના મંત્રી અરવિંદભાઈ રૈયાણી, સાંસદ મોહનભાઈ કુંડારીયા, રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ ભૂપતભાઈ બોદર, વાંકાનેરના પ્રભારી અરજણભાઈ રબારી સહિતના અગ્રણીઓની ઉપસ્થિતિમાં કરવામાં આવેલ હતું. આ તકે તાલુકા ભાજપ પ્રમુખ બાબુભાઈ નસીત, ઉપપ્રમુખ, મહેશભાઈ ગોલીડા, મહામંત્રી હિતેશભાઈ ચાવડા તથા ગૌરવસિંહ જાડેજા, રાજાભાઈ ચાવડા, સંજયભાઈ રંગાણી, અનુ. મોરચા ઉપપ્રમુખ નરોતમભાઈ પરમાર, પ્રકાશભાઈ કાકડિયા, તાલુકા પંચાયત સદસ્ય ચેતનભાઈ કથીરિયા, વિક્રમભાઈ હુંબલ, ભરતભાઈ ડાભી, નીલેશભાઈ પીપળીયા, દેવભાઈ કોરડીયા, સંદીપભાઈ રામાણી, સી. ટી. પટેલ, સંગઠનના હોદેદારો, જિલ્લા- તાલુકા પંચાયતના પદાધિકારીઓ તથા સદસ્યો, વિવિધ ગામના સરપંચો, સહકારી અગ્રણીઓ તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને રાજયના મંત્રી અરવિંદભાઈ રૈયાણી, સાંસદ મોહનભાઈ કુંડારીયા, રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ ભૂપતભાઈ બોદરની સફળ રજૂઆત બદલ આભારની લાગણી વ્યકત કરી હતી.