સુખદેવ સિંહ ગોગામેડીના અંતિમ સંસ્કાર આજે હનુમાનગઢમાં કરવામાં આવશે. ત્યાં પંહોચતા પહેલા રસ્તા પર અનેક જગ્યાએ તેમના અંતિમ દર્શન અને શ્રદ્ધાંજલિના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
રાજસ્થાનમાં રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય સુખદેવ સિંહ ગોગામેડીની હત્યાના વિરોધમાં ચાલી રહેલ ધરણાં બુધવારે મોડી રાત્રે સમાપ્ત થયા. આ મામલામાં શ્યામ નગર પોલીસ સ્ટેશનના SHO યોગેશ ગોયલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જણાવી દઈએ કે આ હત્યાકાંડ બાદ રાજસ્થાનના રાજપૂત સમુદાયમાં ભારે રોષ જોવા મળ્યો હતો.
- Advertisement -
વિરોધને સમાપ્ત કરવા માટે, ગોગામેડીની પત્ની શીલા શેખાવતે જયપુરના માનસરોવરમાં મેટ્રો માસ હોસ્પિટલની સામે ચાલી રહેલા ધરણાંને સંબોધિત કરતી વખતે આ જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે પોલીસે 72 કલાકમાં આરોપીઓની ધરપકડ કરવાનું લેખિત આશ્વાસન આપ્યું છે. આ કેસમાં બીટ ઈન્ચાર્જ અને બીટ કોન્સ્ટેબલને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.
ગોગામેડીના અંતિમ સંસ્કાર આજે એમના ગામ હનુમાનગઢમાં કરવામાં આવશે. ત્યાં પંહોચતા પહેલા રસ્તા પર અનેક જગ્યાએ તેમના અંતિમ દર્શન અને શ્રદ્ધાંજલિના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. લગભગ એક ડઝન જગ્યાએ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. મૃતદેહના અંતિમ દર્શનની વ્યવસ્થા ગોગામેડીના નિવાસ સ્થાને કરવામાં આવશે. યાત્રા પથ પર પુષ્પ અર્પણ કરીને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે.
સુખદેવ સિંહ ગોગામેડીના મૃતદેહનું પોસ્ટમોર્ટમ જયપુરની સવાઈ સિંહ હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતું. મેડિકલ બોર્ડ દ્વારા મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. સવારે 7 વાગ્યે પાર્થિવ દેહને રાજપૂત સભા ભવન ખાતે લઈ જવામાં આવ્યો હતો. સુખદેવ ગોગામેડીનો મિત્ર અજીત સિંહ જયપુરની સવાઈ માનસિંહ હોસ્પિટલમાં દાખલ છે. તેને 7 ગોળીઓ વાગી હતી અને તે વેન્ટિલેટર પર જીવન અને મૃત્યુની લડાઈ લડી રહ્યો છે.
- Advertisement -
નોંધનીય છે કે હુમલા સમયે અજીત સિંહ સુખદેવ ગોગામેડી સાથે ડ્રોઈંગ રૂમમાં હાજર હતા. ગોગામેડી બાદ હુમલાખોરોએ અજીત સિંહને ગોળી મારી દીધી હતી.