બે દિવસથી ગુમસુમ રહેતા યુવકે ઝેરી દવા પી જીવ દીધો
રિક્ષાચાલક પ્રૌઢે ઘરે આવી ફાંસો ખાઈ જીવનલીલા સંકેલી લીધી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટના અણીયારા ગામે ગુમસુમ રહેતા યુવકે ઝેરી દવા પી તેમજ કાલાવડ રોડ પર રહેતા પ્રૌઢએ ફાંસો ખાઈ આપઘાત કરી લેતા પોલીસે આપઘાતનું કરણ જાણવા તપાસ હાથ ધરી છે.
રાજકોટના અણિયારા ગામે રહેતા અનિલભાઇ બાબુભાઇ મોરવાડિયા ઉ.32એ ગામની સીમમાં ઝેરી દવા પી જતા સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો જેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું બનાવની જાણ થતાં આજી ડેમ પોલીસ મથકના જમાદાર એ.જે.રાણા સહિતનો સ્ટાફ દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી હતી પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક પરિવારમાં એકનો એક પુત્ર હોવાનું અને ખેતીકામ કરતો હોવાનું જાણવા મળ્યું હતું યુવક છેલ્લા બે દિવસથી ગુમસુમ રહેતો હોય આ પગલું ભરી લીધાનું જણાવતા પેાલીસે કરણ જાણવા તપાસ યથાવત રાખી છે.
જ્યારે કાલાવાડ રોડ પર અનમોલ પાર્કમાં રહેતા કેશુભાઇ ઉકાભાઇ મકવાણા ઉ.55એ ઘરે પંખામાં દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો બનાવની જાણ થતા યુનિવર્સિટી પોલીસ મથકના જમાદાર યશવંતભાઇ સહિતે દોડી જઈ જરૂરી કાર્યવાહી કરી હતી પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક રિક્ષા હંકારી પરિવારનું ગુજરાન ચલાવતા હતા સવારે ઘરે આવ્યા બાદ રૂમમાં ગયા હતા પત્ની અને પુત્રીએ બોલાવવા જતા રૂમ બંધ હોય ખખડાવ્યો હતો પરંતુ નહીં ખોલતા પાડોશીઓને બોલાવી દરવાજો તોડીને જોતાં કેશુભાઇ લટકતા જોવા મળ્યા હતા પોલીસે આપઘાતનું કારણ જાણવા કાર્યવાહી કરી છે.



