પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વાના માલી ખેલ વિસ્તારમાં આત્મઘાતી હુમલાખોરે સુરક્ષા દળોના કાફલા પર વિસ્ફોટ કર્યો હતો. જેમાં પાક સેનાના 9 જવાનોના મોત થયા છે.
પાકિસ્તાન વધુ એક વખત આતંકની આગમાં ભડ ભડ સળગ્યું હતું. જેમાં પાકિસ્તાન ખૈબર પખ્તુનખ્વા વિસ્તારમાં આત્મઘાતી બોમ્બ ધડાકો થયો હતો. આ મોટી દુર્ઘટનામાં પાકિસ્તાન સેનાના 9 જવાનોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. તથા 17થી વધુ જવાનો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. આ ઘટનાને લઈને વિસ્તારમાં સોંપો પડી ગયો છે.
- Advertisement -
Heartbroken by the loss of 9 valiant soldiers in Bannu Division, KPK, to a cowardly terrorist act that injured many. Such acts are utterly reprehensible. My thoughts are with the families of the martyred and injured. 🇵🇰 stands resolute against such terror.
— Anwaar ul Haq Kakar (@anwaar_kakar) August 31, 2023
- Advertisement -
હુમલાખોર બાઇકમાં આવ્યા હતો
પાકિસ્તાન ટેલિગ્રાફના અહેવાલ અનુસાર હુમલાખોર બાઇકમાં આવ્યા હતો. તેણે ખૈબર પખ્તુનખ્વાના માલી ખેલ વિસ્તારમાં સુરક્ષા દળોના કાફલા પર આ વારદાતને અંજામ આપ્યો હતો. આ ઘટનનાને લઈને પાકિસ્તાનના કાર્યવાહક પીએમ અનવર ઉલ હક કાકરે બચુએ દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર પોસ્ટ મુકતા કહ્યું કે, ‘KPKના બન્નું ડિવિઝનમાં થયેલ આતંકવાદી હુમલામાં 9 જવાનોના મોતથી વ્યથિત છું. આ કૃત્ય નિંદનીય છે. મારી સંવેદના મૃતકોના પરિવારજનો અને ઘાયલો સાથે છે.
30 જુલાઈના રોજ થયો હતો આત્મઘાતી હુમલો
આ અગાઉ પણ પાકિસ્તાની સેના પર આત્મઘાતી હુમલો થયો હતો. એકાદ માસ અગાઉ ખૈબર પખ્તુનખ્વા ક્ષેત્રમા જ હુમલાની ઘટના સામે આવી હતી. 30 જુલાઈના રોજ આત્મઘાતી હુમલાખોરે રાજકીય પક્ષની બેઠકમાં ધડાકો કર્યો હતો. આ ઘટનામાં 54 લોકોના મોત થયા હતા અને 100થી વધુ લોકો ઘાયલ થયા હતા.