સ્થાનિકોનો આક્ષેપ: ‘બિલ્ડરને ખટાવવા કપાતનું નાટક’
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ શહેરમાં નાનામવા મેઈન રોડ પર આવેલ શાસ્ત્રીનગર સોસાયટીમાં મનપાએ અચાનક 48 મકાનોને ડિમોલિશ કરવાની નોટિસ ફટકારતા સ્થાનિકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે. જેને પગલે સ્થાનિકોએ મનપા કચેરી ખાતે ‘ખકઅ, ધારાસભ્ય ક્યાં’ના બેનર સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું અને મીડિયાને જણાવ્યું હતું કે, બિલ્ડરને ખટાવવા કપાતનું નાટક કરવામાં આવે છે. બાકી અમારી સોસાયટીમાં કપાતમાં આવતી જ નથી.’
આ અંગે સ્થાનિકોએ જણાવ્યું હતું કે, અમને મનપાએ બે દિવસ પહેલા અમને 04-05-2022ની સાલની જૂની નોટિસ ફટકારવામાં આવી છે. અમે એક વર્ષ પહેલા જ તેનો જવાબ દઈ દીધો હતો. છતાં પણ મનપાને ડિમોલિશન કરવું છે! અમારી આ સોસાયટીમાં 1200 આવાસો આવેલા છે ને 6 હજારની વસ્તી ધરાવતી ટાઉનશીપ છે.તેમાં ડિમોલિશનની કોઈ જરૂર નથી.
- Advertisement -
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, તેમજ અમારી સોસાયટીના આગળના ભાગમાં નાનામવા મેઈન રોડ જે આર.એમ.સી. દ્વારા સીમેન્ટનો રોડ બનાવીને પ્રથમ સિમેન્ટ રોડનું ઉદાહરણ પુરુ પાડે છે તે મળે છ. જયારે સોસાયટીની પાછળ ન્યુ ગાંધી વસાહતના રોડ પણ મળે છે તેમજ અમારી સોસાયટીની આજુબાજુ સોસાયટી આ બંને રોડ મળતા હોય તથા અમારી આજુબાજુની સોસાયટીની ખાસી મોટી વસાહત પણ ન હોય તો સોસાયટીનો (રસ્તા) ખુલ્લો કરવાનો તેમજ પહોળો ક2વાનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. આતો અમારી સુવિધાઓનું હનન થાય છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે,અમારી આ સોસાયટી તેમના મેઈન્ટેનન્સની રકમમાંથી સફાઈ, સિકયુરીટી જેની મહત્વની સુવિધા પુરી પાડવામાં આવે છે. આ બન્ને સુવિધા પાછળ સોસાયટી દર માસે રૂા.90 હજાર જેવો ખર્ચ છે. આટલી મોટી ટાઉનશીપ સીસીટીવી કેમેરાઓથી સજ્જ કરવામાં આવેલી છે ને સોસાયટીમાં સ્વચ્છ ગાર્ડન સર્વધર્મ મંદિર જેવી સુવિધાઓ છે ને રાજકોટ સીટીને ગ્રીનસીટી તરીકે ઉદાહરણરૂપ રાજકોટ શહે2ની બીજી સોસાયટી કરતાં વધારે અમારી સોસાયટીમાં વૃક્ષો આવેલા છે જે ઉદાહરણરૂપ છે. આ સર્વેની કામગીરી સોસાયટીના બ્લોક હોલ્ડર દ્વારા રચવામાં આવેલા એસોસીએશન દ્વારા કરવામાં આવેલ છે.