જૂનાગઢ જિલ્લામાં વન્ય પ્રાણીના પશુ અને માનવ હુમલામાં વધારો
બાળકીને ગંભીર ઇજા થતા હૉસ્પિટલ ખસેડવામાં આવી
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.31
- Advertisement -
જૂનાગઢ જિલ્લા સહીત ગીર બોર્ડર ગ્રામ્ય વિસ્તારમાં સિંહ તેમજ દીપડા જેવા વન્ય પ્રાણીઓના પશુ શિકાર અને માનવ હુમલામાં વધારો થયો છે.
અગાઉ પણ અનેકવાર વન્ય પ્રાણીના માનવ હુમલાની ઘટનાઓ સામે આવી છે સામે વધુ એક બનાવ વિસાવદરના મુંજીયા રાવણી ગામે પરિવાર સાથે સુતેલી આઠ વર્ષીય બાળકી પર સિંહણે હુમલો કરતા ઘાયલ હાલતમાં બાળકીને જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે. વિસાવદરના મુંજીયા રાવણી ગામની સીમમાં પરપ્રાંતિય એક પરિવાર ખેતરના ધાબા પર સૂતો હતો એ સમયે વેહલી સવારે એક સિંહણ આવી ચડી હતી અને પરિવાર સાથે સુતેલી આઠ વર્ષીય પાયલ નામની બાળકી ઉપર સિંહણે હુમલો કર્યો હતો.
ત્યારે અચાનક સિંહણ આવી ચડી અને પરિવાર વચ્ચે સુતેલી બાળકીનો શિકાર કરવાનો પ્રયાસ કર્યો હતો જયારે સિંહણે હુમલો કરતા પરિવાર જાગી ગયો હતો અને બુમાબુમ કરતા ત્યાંથી સિંહણ ભાગી છૂટી હતી આ હુમલામાં આઠ વર્ષની પાયલને માથાના ભાગે ગંભીર ઈજા થતા જુનાગઢની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જયારે મજૂરી કરતા પરિવારની બાળકી પર હુમલાની ઘટનાથી ભયનો માહોલ જોવા મળ્યો હતો અને સિંહણના હુમલાથી સ્થાનિક ખેડૂતોમાં ફફડાટ મચી ગયો હતો અને સિંહણ અન્ય કોઈપણ પર માનવ હુમલો કરે તે પહેલા પકડવા બાળકીના પિતા અને સ્થાનિક ખેડૂતોની માંગ ઉઠી આ સમગ્ર બનાવ મામલે વન વિભાગને જાણ થતા સિંહણને પકડવા કવાયત હાથધરી છે.અને સમગ્ર હુમલા મામલે જીણવટ ભરી તપાસ શરુ કરી છે.