ફાયરબ્રિગેડ સ્ટાફે ઘટનાસ્થળે દોડી જઈને પાણીનો મારો ચલાવ્યો
ખાસ-ખબર સંવાદદાતા
ટંકારાના લતિપર રોડ પર આવેલ કેમિકલના ગોડાઉનમાં ગઈકાલે બપોરે અચાનક ભીષણ આગ ભભુકી ઉઠી હતી અને જોતજોતામાં કેમિકલનું આખું ગોડાઉન આગની ઝપટે આવી જતા ભીષણ જ્વાળાઓ અને ધુમાડાના ગોટે ગોટા નીકળ્યા હતા અને મોરબીથી ફાયરબ્રિગેડના સ્ટાફે ઘટનાસ્થળે દોડી જઈને આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. આ બનાવ અંગે મળતી માહિતી મુજબ ટંકારાથી લતિપર જવાના રોડ ઉપર સર્કિટ હાઉસ પહેલા લક્ષ્મીનારાયણ જિનની બાજુમાં આવેલ કેમિકલના ગોડાઉનમાં ગઈકાલે બપોરે અચાનક કોઈ કારણોસર આગ ફાટી નીકળી હતી અને આંખના પલકારામાં જ કેમિકલનું આખું ગોડાઉન આગની લપેટમાં આવી ગયું હતું.
- Advertisement -
આ બનાવની જાણ થતાં મોરબીથી ફાયર બ્રિગેડનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા જો કે આગ ક્યાં કારણોસર લાગી અને આગમાં કેટલું નુકશાન થયું તે અંગે હજુ કોઈ સ્પષ્ટ વિગતો બહાર આવી નથી.