ગિરનાર પર્વત પર 70 કિમિ ઝડપે પવન ફુંકાતા રોપ-વે બંધ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.4
વેસ્ટર્ન ડિસ્ટબન્સના લીધે જમ્મુ કાશ્મીરમાં છેલ્લા ચાર દિવસથી ભારે બરફ વર્ષા જોવા મળી રહી છે અને હવામાન વિભાગની આગાહીના પગલે એક બે દિવસમાં હિમાચલ પ્રદેશ સહીત આસપાસના રાજયોમાં બરફના કરા અને વરસાદ પાડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.જેની અસર સૌરાષ્ટ્રમાં પણ જોવા મળી હોય તેમ લાગી રહ્યું છે. આજે જૂનાગઢમાં સવારથી અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે.તેજ પવન ફુકાય રહ્યો છેલ. અને શહેરમાં ધૂળની ડમરીઓ ઉડતા વાહન ચાલકોને મુશ્કેલી અનિભાવી રહ્યા છે. જયારે ગિરનાર પર્વત 70 કિમિ આસપાસ ભારે પવન ફુંકાતા ગિરનાર રોપ-વે સેવા બંધ કરવાનો નિર્ણય કંપની તરફથી લેવામાં આવ્યો છે.જો બોપર સુધીમાં પવનની ગતિ ધીમી પડશે તો રોપ-વે શરુ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. જોકે શહેરમાં સવારથી પવન ગતિ વધુ હતી અને ઠંડો પવન ફુંકાતા ગુલાબી ઠંડીનો એહસાસ જોવા મળ્યો હતો.જોકે આ ભારે પવનના લીધે આંબાના ઝાડ પર આવેલી કેરીને પણ નુકશાની થવાની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે. એક તરફ કેસર કેરીનો સારો પાક આવે તેની રાહ જોઈને બેઠો છે પણ વાતાવરણના આ અચાનક પલટાથી કેસર કેરીની બાગાયત ખેતી કરતા ખેડૂતો ચિંતિત બન્યા છે.