આંધી-વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને વાતાવરણ ખુશ્નુમા બન્યુ હતું
દેશના અર્ધોઅર્ધ ભાગે આકરી ગરમી-હીટવેવ જેવી હાલત ભોગવી રહ્યા છે ત્યારે પાટનગર દિલ્હીમાં આંધી-વરસાદ સાથે એકાએક હવામાનપલ્ટો સર્જાયો હતો. વાતાવરણ એટલી હદે બદલાયુ હતું કે દિલ્હીના 15 વિમાનો ડાઈવર્ટ કરવામાં આવ્યા હતા.
- Advertisement -
પાટનગરના અનેક ભાગોમાં એકાએક વાતાવરણ બદલાઈ ગયુ હતું તેજ પવન સાથેની આંધી સાથે વરસાદ ખાબકતા રસ્તા પર પાણી રેલાવા લાગ્યા હતા. તાપમાન પણ સીને ઉતરી ગયુ હતું અને પારો 36.8 ડીગ્રી નોંધાયો હતો. મોસમના મારને પગલે વિમાની સેવાને તીવ્ર અસર થઈ હતી. 15 ફલાઈટ ડાઈવર્ટ કરવામાં આવી હતી તેમાંથી 9 ને જયપુર, બે ને અમૃતસર, બે ને લખનૌ તથા એક-એક ફલાઈટ મુંબઈ તથા ચંદીગઢમાં મોકલવામાં આવી હતી.
એરલાઈનન્સ કંપનીઓને ફલાઈટના શિડયુલ ચકાસીને જ એરપોર્ટ પર આવવા પ્રવાસીઓને સંદેશા મોકલવા પડયા હતા. હવામાન વિભાગ દ્વારા દિલ્હીમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. જો કે, કાલથી તાપમાન ફરી વધવા લાગવાનું જણાવવામાં આવ્યુ છે. દિલ્હીમાં આ પુર્વે 13મી એપ્રિલે વાતાવરણ પલ્ટો થયો હતો અને 22 ફલાઈટ ડાઈવર્ટ કરવામાં આવી હતી.