ઘણીવાર સ્ત્રીઓમાં હૃદય રોગ કે હાર્ટ એટેકના લક્ષણોને સમયસર નથી ઓળખી શકાતા અને તેના કારણે તેમને હાર્ટ એટેક આવવાની સંભાવના વધી જાય છે
આજકાલ તણાવ, ખરાબ લાઈફસ્ટાઈલ અને ખાવાની આદતને કારણે દરેક લોકોમાં અને ખાસ કરીને મહિલાઓમાં પણ હૃદયરોગના કેસ ઝડપથી વધી રહ્યા છે. પહેલા એવું માનવામાં આવતું કે હૃદયની બીમારી સ્ત્રીઓ કરતાં પુરુષોને વધુ થાય છે પણ હાલના યુગમાં આ રોગ સ્ત્રીઓમાં સામાન્ય થઈ ગયો છે. ઘણીવાર સ્ત્રીઓમાં હૃદય રોગ કે હાર્ટ એટેકના લક્ષણોને સમયસર નથી ઓળખી શકાતા અને તેના કારણે તેમને હાર્ટ એટેક આવવાની સંભાવના વધી જાય છે
- Advertisement -
જણાવી દઈએ કે સ્ત્રીઓમાં હાર્ટ એટેકના લક્ષણોને ઓળખવા માટે હાલ જ અમેરિકાની હાર્વર્ડ હેલ્થ ઈન્સ્ટિટ્યૂટએ એક સર્વે કરાયો હતો જેમાં સામેલ મહિલાઓમાંથી 95 ટકા મહિલાઓને હાર્ટ એટેકના એક મહિના પહેલા ઘણા સામાન્ય લક્ષણો અનુભવાયા છે અને તેનાથી તેને ઓળખી શકાય છે. સાથે જ જો તેને સમયસર સારવાર મળી હોત તો તે હાર્ટ એટેકથી બચાવી પણ શકી હોત.
આ સંકેતોથી સમજો તમારા હ્રદયની સ્થિતિ
માન્યતાછે કે હાર્ટ એટેક અચાનક આવે છે. પણ સર્વેના રિપોર્ટ અનુસાર મોટાભાગના કિસ્સાઓમાં હૃદય અને શરીર એક મહિના પહેલા તેના સંકેતો આપવાનું શરૂ કરે છે. જો તેમને સમયસર ઓળખી લો, તો તમે હાર્ટ એટેકથી બચી શકો છો.
- Advertisement -
થાક અને ઊંઘમાં ખલેલ
હાર્ટ એટેકના એક મહિના પહેલાથી જ તેમના શરીરમાં ઘણી સમસ્યાઓનો અનુભવ થવા લાગે જેમાં થાક અને ઊંઘમાં ખલેલ એ બે સૌથી સામાન્ય લક્ષણ હતા જે લગભગ દરેક સ્ત્રીમાં અનુભવાયા હતા. આ ઉપરાંત શ્વાસ લેવામાં તકલીફ, નબળાઇ, પરસેવો, ચક્કર એ સ્ત્રીઓમાં હાર્ટ એટેક પહેલા અનુભવાતા કેટલાક મુખ્ય લક્ષણો હતા.
સ્ટડી અનુસાર પુરુષોમાં હાર્ટ અટેકનું સૌથી સામાન્ય અને પ્રારંભિક લક્ષ છાતીમાં દુખાવો હતો જે સ્ત્રીમાં સૌથી છેલ્લું લક્ષણ છે. મહિલાઓને છાતીમાં દબાણ અથવા છાતીમાં દુખાવો થવાને બદલે જકડાઈ જવાનો અનુભવ થાય છે. પણ આ પહેલા જો કોઈ મહિલાને શરીરમાં શ્વાસ લેવામાં તકલીફ, ઊંઘમાં તકલીફ, થાક, ઠંડો પરસેવો, ચક્કર અને ઉબકા જેવી ફરિયાદ હોય તો ડૉક્ટર પાસે તપાસ કરાવવી જોઈએ.
જો કોઈને હાર્ટ એટેક આવે તો શું કરવું
યુકેની નેશનલ હેલ્થ સર્વિસ (NHS) અનુસાર જો કોઈપણ વ્યક્તિને હાર્ટ એટેક આવે તો મેડિકલ સ્પોર્ટ માટે એમ્બ્યુલન્સને કૉલ કરવો જોઈએ અને હાર્ટ એટેક આવે તે સમયે એસ્પિરિનની ગોળી ચાવીને ખાવી જોઈએ. જો તેને એસ્પિરિનથી એલર્જી હોયતો આ ગોળી ન આપવી જોઈએ. સામાન્ય રીતે એસ્પિરિન લોહીને પાતળું કરે છે અને હૃદયમાં લોહીનો પ્રવાહ સુધારે છે જેથી વ્યક્તિને થોડા સમય માટે થોડી રાહત મળે છે.
હાર્ટ એટેકનું જોખમ ઘટાડવા માટેની થોડી ટીપ્સ
ક્યારેય હાર્ટ એટેકનો સામનો ન કરવા ઇચ્છતા હોય તો આ માટે તમારે તમારી લાઈફસ્ટાઈલને સ્વસ્થ બનાવવી પડશે બ્રિટિશ હાર્ટ ફાઉન્ડેશન અનુસાર હેલ્થી ફૂડ, ફિઝિકલ એક્ટિવિટી અને તમારું વજન કંટ્રોલમાં રાખવાથી આ બીમારીથી બચી શકાય છે. શરીર અને હૃદયને સ્વસ્થ રાખવા માટે ધૂમ્રપાન અને દારૂનું સેવન પણ છોડી દેવું જોઈએ અને બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ લેવલ અને ગ્લુકોઝ લેવલ પર પણ નજર રાખવી જોઈએ.