બિપાશા અને કરણની દિકરીના જન્મની ખબર સામે આવતા જ શુભકામનાઓનો સિલસિલો શરૂ થઈ ગયો છે. આ ખુશીના અવસર પર કપલને ફેંસ અને સેલેબ્સ અભિનંદન પાઠવી રહ્યા છે.
બિપાશા બાસુ અને કરણ સિંહ ગ્રોવરના ઘરે નાનકડી ઢીંગલીનો જન્મ થયો છે. રિપોર્ટ્સ અનુસાર બિપાશાએ એક સુંદર દિકરીને જન્મ આપ્યો છે. બિપાશા અને કરણ માતા-પિતા બની ગયા છે. રણબીર કપૂર અને આલિયા ભટ્ટ બાદ હવે બોલિવુડના એક લવિંગ કપલ પણ હવે પેરેન્ટ ક્લબમાં શામેલ થઈ ચુક્યા છે.
- Advertisement -
View this post on Instagram
- Advertisement -
બિપાશા-કરણના ઘરે આવી નાનકડી પરી
બિપાશા બાસુની ટીમના જણાવ્યા અનુસાર એક્ટ્રેસે નાનકડી પરીને જન્મ આપ્યો છે. બિપાશા અને કરણની દિકરીની જન્મની ખબર સામે આવતા જ શુભકામનાઓનો સિલસિલો શરૂ થઈ ગયો છે.
આ ખુશીના અવસર પર કપલને ફેન્સ અને સેલેબ્સ ખૂબ જ શુભકામનાઓ પાઠવી રહ્યા છે અને પ્રેમ આપી રહ્યા છે. નાનકડી ઢીંગલીના આવવાથી બિપાશા અને કરણની ફેમિલી કમ્પ્લીટ થવાની સાથે તેમનું જીવન ખુશીઓથી ભરાઈ ગયું છે.
View this post on Instagram
પ્રેગ્નેન્સીમાં પણ ફેન્સ સાથે કન્ટેક્ટેડ હતી બિપાશા
પ્રેગ્નેન્સીમાં બિપાશા ફેંસ સાથે સોશિયલ મીડિયા દ્વારા કનેક્ટેડ રહેતી હતી. બિપાશાના ઘણા ગ્લેમરસ મેટનરનિટી ફોટોશૂટ ફેન્સને ખૂબ જ પસંદ આવ્યા હતા. બિપાશાના મેટરનિટી ફોટોશૂટના ફોટો હજુ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. પ્રેગ્નેન્સી જર્ની વખતે એક્ટ્રેસને ફેમિલીની સાથે ફેન્સનો પણ ખૂબ જ પ્રેમ અને સપોર્ટ મળ્યો છે.