ACB ટીમે લગ્ન નોંધણી વિભાગના સિનિયર ક્લાર્કને 4000ની લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધો
ખાસ-ખબર સંવાદદાતા
દિવાળીના તહેવાર પૂર્વે એન્ટી કરપ્શન બ્યુરોની સુરેન્દ્રનગરની ટીમે મોરબી નગરપાલીકામાં છટકું ગોઠવીને લગ્ન નોંધણી વિભાગમાં ફરજ બજાવતા સિનિયર ક્લાર્કને રૂ. 4000 ની લાંચ લેતા ઝડપી લીધો હતો.
મોરબી નગરપાલિકામાં લગ્ન નોંધણી વિભાગમાં ફરજ બજાવતા સિનિયર ક્લાર્ક મહેન્દ્ર મોહનલાલ ખાખીએ અરજદાર પાસેથી લગ્ન નોંધણી સંલગ્ન કામગીરી માટે રૂ. 4,000 ની લાંચ માંગી હતી જે અરજદાર આપવા માંગતા ન હોય તેઓએ એન્ટી કરપ્શન બ્યુરોનો સંપર્ક કરતા સુરેન્દ્રનગર એસીબી ટીમે મોરબી નગરપાલિકામાં છટકું ગોઠવીને સિનિયર ક્લાર્ક મહેન્દ્ર મોહનલાલ ખાખીને રૂ. 4,000 ની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યો હતો અને આગળની કાર્યવાહી અર્થે આ કર્મચારીને મોરબી એસીબી ઓફિસ ખાતે લઈ જવામાં આવ્યો હતો