ઈઝરાયલના હેરોન UAV સાથે થઈ તુલના
ખાસ-ખબર સંવાદદાતા
DRDO અને નેવીએ મળીને માનવરહિત વિમાન તપસનું સફળ પરીક્ષણ કર્યું છે. નેવીના કારવાડ નેવલ બેઝથી 148 કિમી દૂર ઈંગજ સુભદ્રા પર એક દૂરસ્થ ગ્રાઉન્ડ સ્ટેશનથી તપસ UAVની કમાન્ડ એન્ડ કંટ્રોલની ક્ષમતાઓને ટ્રાન્સફર કરવા માટેનું સફળ પરીક્ષણ કરાયું હતું. કારવાડ નેવલ બેઝથી 285 કિમી દૂર ચિત્રદુર્ગમાં એરોનોટિકલ ટેસ્ટ રેન્જથી તપસે સવારે 7.35 કલાકે ઉડાન ભરી હતી. તેણે 20,000 ફૂટની ઉંચાઈ પર લગભગ સાડા ત્રણ કલાક સુધી ઊડાન ભરી હતી.
- Advertisement -
આ UAV ને નિયંત્રિત કરવા માટે ઈંગજ સુભદ્રા પર એક ગ્રાઉન્ડ કંટ્રોલ સ્ટેશન અને બે શિપ ડેટા ટર્મિનલ સ્થાપિત કરવામાં આવ્યા હતા. સફળ પરીક્ષણ પછી તપસ એટીઆરમાં પાછો ફર્યો. આ ઞઅટ સ્વદેશી ટેક્નોલોજીથી બનેલું છે. તેનો ઉપયોગ માત્ર સરહદ પર દેખરેખ માટે જ નહીં પરંતુ હુમલા માટે પણ થઈ શકે છે. તે 30,000 ફૂટની ઉંચાઈ પર 24 કલાક સુધી ઉડી શકે છે અને 350 કિલો સુધીનું પેલોડ લઈ જઈ શકે છે.
આ UAVની સરખામણી ઇઝરાયલના હેરોન ઞઅટ સાથે કરવામાં આવી રહી છે.