1.67 લાખના દારૂ સાથે બુટલેગરની ધરપકડ, એકની શોધખોળ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટમાં દારૂની હેરાફેરી ઉપર ખાસ વોચ રાખવાની સૂચના અન્વયે એલસીબી ઝોન 2ની ટીમે બાતમી આધારે લાખાજીરાજ રોડ ઉપર તાજાવાલા સુરપર માર્કેટના પાર્કિંગમાં દરોડો પાડી 1.67 લાખના દારૂ સાથે જંકશનના બુટલેગરને દબોચી લઈ અન્ય એક શખ્સની શોધખોળ હાથ ધરી છે.
રાજકોટ એલસીબી ઝોન 2ના પીએસઆઇ એચ આર ઝાલા અને ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન સ્ટાફને મળેલી બાતમી આધારે લાખાજીરાજ રોડ ઉપર તાજાવાલા સુપર માર્કેટના પાર્કિગમાં દરોડો પાડ્યો હતો દરોડા દરમિયાન ગાયકવાડીમાં રહેતો પરાગ નરેશભાઇ ગણાત્રા નામનો શખ્સ દારૂના જથ્થા સાથે મળી આવતા પોલીસે 1,66,740 રૂપિયાની દારૂની 264 બોટલ અને મોબાઈલ કબજે કરી આરોપીની ધરપકડ કરી પૂછતાછ કરતાં ભવદીપ મુકેશભાઇ કામલીયાનું નામ ખૂલતાં તેણી શોધખોળ હાથ ધરી છે પરાગ અગાઉ પ્રનગર પોલીસ સ્ટેશનમાં અને જેની શોધખોળ પોલીસે હાથ ધરી છે તે ભવદીપ એ ડિવિઝન પોલીસમાં દારૂના ગુનામાં પકડાઈ ચૂક્યો છે.