કલાકાર જયમંતભાઈ દવે ‘રંગત’ નવરાત્રિમાં ગરબાનો રંગ જમાવશે
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.3
ગુજરાતીના ગરબા દેશ નહિ પરંતુ દુનિયામાં પ્રસિદ્ધ છે તેવામાં આજથી શરૂ થનાર માતાજીના નવ નોરતાની સાથે હવે આધુનિક યુગમાં નોરતાનો મુખ્ય હેતુ વિસરતો નજરે પડે છે. તેવામાં ધ્રાંગધ્રાના ઇતિહાસમાં પ્રથમ વખત એવા નોરતાનું આયોજન કરાયું છે જેમાં માતાજીના ગરબા સહિત યુવા વર્ગ આકર્ષાય તે પ્રકારે અન્ય કોઈ જાતના ડાન્સ અને ડિસ્કો વગર પૌરાણિક ગરબાને આધુનિકતા સાથે જોડી નવરાત્રિનો રંગ જમાવવા માટે “રંગત નવરાત્રી 2024″નું સફળ સંચાલન કરવામાં આવ્યું છે. જેમાં ધ્રાંગધ્રા – હળવદ રોડ પર આવેલી સર જાડેજા પાર્ટી પ્લોટ ખાતે “રંગત” નવરાત્રી આજે 3થી 12 ઓક્ટોમ્બર સુધીનું ગરબા રસિયાઓ માટે મનોરંજન પૂરું પાડવાની શુભ શરૂઆત થશે.
- Advertisement -
“રંગત” નવરાત્રી 2024ની વિશેષતાઓ બાબતે આયોજક હિતેશભાઈ પટેલ દ્વારા જણાવાયું હતું કે ” ધ્રાંગધ્રા શહેરના ઇતિહાસમાં આ પ્રથમ વખત પ્રયત્ન હાથ ધરાયો છે સાથે જ ગરબાની સાથે સ્વચ્છતા અને સરકારની તમામ ગાઈડ લાઈનનું પણ પૂરતું ધ્યાન આપી પારિવારિક માહોલમાં દરેક દીકરીના માતા – પિતાને પૂર્ણ રૂપે ભરોશો પૂરું પાડતું આયોજન કરવામાં આવ્યું છે, “રંગત” નવરાત્રી 2024ના આયોજનમાં ટ્રેડિશનલ અને નોન ટ્રેડિશનલ એમ બે પ્રકારના વિભાગ છે જેમાં નવરાત્રી પહેરવેશ સાથે અને પ્રહેરવેશ વગર જુદી જુદી રીતે ગરબાના વિભાગ રાખવામાં આવ્યા છે આ સાથે અન્ય કોઈપણ જાતના ન્યુશન્સ વગર સતત પોલીસ મિત્રોની દેખરેખ હેઠળ આ “રંગત” નવરાત્રિનું આયોજન કરાયું છે. વધુમાં હિતેશભાઈ પટેલ દ્વારા જણાવાયું હતું કે “રંગત” નવરાત્રી 2024ના આયોજક સમગ્ર ધ્રાંગધ્રા શહેરની તમામ જનતા છે જેથી પોતાનું આયોજન માફક તમામ હિન્દુ વર્ગ સાથ અને સહકાર આપે તેવી અપીલ પણ કરી હતી. ત્યારે આજથી શરૂ થનાર ધ્રાંગધ્રાના જાજરમાન “રંગત” નવરાત્રી 2024ના આયોજનમાં ભાગ લેવા માટે મોટા પ્રમાણમાં અહીંનો યુવા વર્ગ પણ થનગની રહ્યો છે.



