ઈટોદા ગામ 95% બક્ષીપંચની વસ્તી ધરાવતું ગામ
ખાસ-ખબર ન્યૂઝ ચાણસ્મા
ચાણસ્મા તાલુકાના ઇટોદા ગામે પ્રાથમિક શાળા કે જેમાં ધો-1થી ધો-8 સુધીની શિક્ષણ વ્યવસ્થા સાથેની પ્રા. શાળા આવેલી છે અને ઈટોદા ગામ 95% બક્ષીપંચની વસ્તી ધરાવતું ગામ હોવાથી અને હાલના યાંત્રિક યુગમાં શિક્ષણ મૂળભૂત જરૂરિયાત થઈ ગઈ હોવાથી ગામમાં વધારેમાં વધારે શિક્ષણનો વ્યાપ વધે તે માટે ગામના અગ્રણીઓએ ગામમાં પ્રા. શિક્ષણ બાદ માધ્યમિક શિક્ષણ ગામમાં મળતું થાય તેવા શુભ હેતુસર ઈટોદા ગામમાં ધો. 9, 10, 11ના વર્ગોની મંજૂરી સાથેની માધ્યમિક શાળાની મંજૂરી મળે તે માટે પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપ જી ઠાકોર, મહિલા અગ્રણી સોનલબેન ઠાકોર, સમાજના અગ્રણી હમીરજી ઠાકોર, સરપંચ ભરતજી સહિત પ્રતિનિધિ મંડળે શિક્ષણ મંત્રી ફૂબેર ડીંડોરને રૂબરૂ મળી રજૂઆત કરી હોવાનું પ્રતિનિધિ મંડળે જણાવ્યું હતું.