ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.20
ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન દ્વારા રાજકોટ ખાતે તા. 20થી તા. 3-8 દરમિયાન રમાનાર સબ જુનિયર (યુ-14) ભાઈઓની ફૂટબોલ ટુર્નામેન્ટ માટે રાજકોટ ડિસ્ટ્રીક્ટની ફૂટબોલ ટીમનો પ્રથમ મેચ તા. 21-7ના રોજ સવારે 11-00 વાગ્યે પાટણ સામે તથા તા. 22-7ના રોજ અરવલ્લી સામે 11-00 વાગ્યે રમશે અને ત્યારબાદ તા. 29-7થી સુપર લીગ રમશે.
રાજકોટની ટીમમાં રાજન રૈયાણી, વેદ વાઘેલા, આદર્શ મિશ્રા, આલોક ચાવડા, આરવ જાગાણી, વેદ ચિત્રોડા, જીશ્નુ સમબાણા, પંકજ શર્મા, જય માનસુરીયા, અમન રૂદાતલા, યજ્ઞ કાલરીયા, દેવ મહેતા, ક્રિન્સ સાણંદીયા, રોહાન રાઠોડ, આદમ ગુસૈન, અદ્વેત પ્રદીપ, પ્રસન્ન ધોળકીયા, યશવર્ધન જાડેજા, કૃત બોદર, ભવ્યન ચોવટીયા, અનુરાગ મલ્લ (મેનેજર), અમિત શિયાળીયા (કોચ) પસંદગી પામ્યા છે. આ ખેલાડીઓને એસોસિએશનના હોદ્દેદારો દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી છે.