સૌરાષ્ટ્ર કચ્છ પ્રાંતની 27 શાખાનાં અધિકારી, કાર્યકર્તા હાજર રહેશે
ખાસ-ખબર સંવાદદાતા
ભારત વિકાસ પરિષદ સૌરાષ્ટ્ર કચ્છ પ્રાંતની 27 શાખાઓના અધિકારી, કાર્યકર્તાબંધુઓનો અભ્યાસ વર્ગ તા.26 જૂન 2022ને રવિવારના રોજ જૂનાગઢનાં પ્રેરનાધામ, ભવનાથ તળેટીમાં યોજાશે. જેમાં 250 થી વધુ પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે.આ અભ્યાસ વર્ગ થકી સંસ્થાના પંચ સૂત્ર સંપર્ક, સહયોગ,સંસ્કાર સેવા અને સમર્પણને સાર્થક કરવા માટે કાર્યકર્તા ધડતર થાય તે હેતુ માટે અભ્યાસ વર્ગનું આયોજન કરવામાં આવ્યુ છે. આ અભ્યાસ વર્ગમાં પદાધિકારીઓ દ્વારા રાષ્ટ્ર ,સમાજ ઉપયોગી સેવા અને સંસ્કારના કાર્યો ભારત વિકાસ પરિષદ દ્વારા કઈ રીતે વધુ સુદૃઢતા તથા સંકલિત રીતે થઈ શકે તે અંગે ચર્ચા – વિચારણા તથા માર્ગદર્શન આપવામાં આવશે. તેમજ આગામી વર્ષનું આયોજન કરવામાં આવશે.તેમ અભ્યાસ વર્ગનાં સંયોજક ધીરેનભાઇ વૈષ્પવ અને તુષારભાઇ છત્રારાએ જણાવ્યું હતું.