રાજકોટ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ દ્વારા મારવાડી યુનિવર્સિટીમાં લીગલ એઈડ કિલનીકની સ્થાપના
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
ગુજરાત રાજય કાનૂની સેવા સત્તામંડળ, અમદાવાદના માર્ગદર્શન હેઠળ આજે 25.08.2025થી ભારતના યુવાધન કે જે ભારતનું ઉજજવળ ભવિષ્ય છે તેમને પોતાના અભ્યાસ દરમ્યાનથી જ કાનૂની જાગૃત થાય અને સમાજના અન્ય વર્ગોમાં પણ કાનૂની જાગૃતતા ફેલાવવામાં મદદરૂપ થાય તેવા શુભ આશયથી મારવાડી યુનિવર્સિટી, રાજકોટ – મોરબી રોડ, રાજકોટ મુકામે જીલ્લા કાનૂની સેવા સત્તામંડળ, રાજકોટ દ્વારા ” એઈડ કિલનીક” ની સ્થાપના કરવામાં આવી છે. વધુમાં, ભારતીય પરંપરા મુજબ સવારે 09:30 કલાકે દિપ પ્રાગટય દ્વારા કાર્યક્રમની શુભ શરૂઆત કરવામાં આવી અને મારવાડી કોલેજના પ્રોવોસ્ટ પ્રો. આર. બી. જાડેજાનાઓ દ્વારા કાર્યક્રમાં તમામ હાજર રહેલા સભ્યોનું પુષ્યગુચ્છ તથા શબ્દો દ્વારા સ્વાગત કરવામાં આવ્યુ છે. ત્યારબાદ, જીલ્લા કાનૂની સેવા સત્તામંડળ, રાજકોટના સચિવ એચ. વી. જોટાણીયા દ્વારા લીગલ એઈડ કિલનીકની સ્થાપનાની જરૂરીયાત શું છે? તેના કાર્યો તેમજ લીગલ એઈડ કિલનીક એક એવી જગ્યા છે કે જયાંથી કોલેજના વિદ્યાર્થિઓમાં મફત કાનૂની સલાહ અને સહાય મેળવી શકશે અને છેવાડાના માનવી સુધી આ યોજનાને પહોંચાડવા મદદરૂપ થશે.
તદ્દઉપરાંત, રાજકોટ જિલ્લા ન્યાયાલયના મુખ્ય જિલ્લા ન્યાયાધીશ તથા અધ્યક્ષ, જીલ્લા કાનૂની સેવા સત્તામંડળ, રાજકોટ જે. આર. શાહના હસ્તે ” એઈડ કિલનીક”નું ઉદ્દઘાટન કરવામાં આવ્યુ છે અને તેમના લીગલ એઈડ શું છે? શા માટે લીગલ એઈડની જરૂર છે? વિગેરે જેવી મહત્વપૂર્ણ બાબતો પર માહિતી પૂરી પાડવામાં આવી હતી. કાર્યક્રમના અંતે ઉપસ્થિત તમામ મહાનુભાવોનો મારવાડી યુનિવર્સિટીના ડો. પ્રતિષ્ઠા યાદવે આભાર વ્યકત કરવામાં આવ્યો હતો. આ ઉદ્દઘાટન સમારંભમાં મારવાડી યુનિવર્સિટીના રજીસ્ટ્રાર નરેશભાઈ જાડેજા તથા તમામ ફેકલ્ટી મેમ્બર સહિતનાઓ હાજર રહ્યા હતા.