શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય
TET-1 પરીક્ષાના ફોર્મની તા. 18 નવેમ્બર કરાઈ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજ્યના શિક્ષણ વિભાગે એક મહત્વપૂર્ણ અને વિદ્યાર્થીઓને રાહત આપતો નિર્ણય કર્યો છે. હવે PTCના બીજા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પણ TET-1 (Teacher Eligibility Test) પરીક્ષા આપવા માટે મંજૂરી આપવામાં આવી છે. અત્યાર સુધી માત્ર PTC પાસ કરેલા ઉમેદવારોને જ આ પરીક્ષા આપવા પાત્રતા હતી, પરંતુ હવે આ નિયમોમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. વિભાગના આ નિર્ણયથી રાજ્યભરના આશરે 5200 જેટલા વિદ્યાર્થીઓને સીધો લાભ મળશે. સાથે જ, ઝઊઝ-1 પરીક્ષાના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 12 નવેમ્બરથી વધારીને 18 નવેમ્બર સુધી લંબાવવામાં આવી છે, જેથી વધુ ઉમેદવારોને અરજી કરવાની તક મળી શકે. શિક્ષણ વિભાગના સૂત્રો મુજબ, લાંબા સમયથી PTCના અભ્યાસકર્તાઓ સતત માંગ કરી રહ્યા હતા કે તેઓને અભ્યાસ દરમિયાન જ TET-1 આપવા મંજૂરી આપવામાં આવે. આ રજૂઆતોને ગંભીરતાથી લઈ સરકારે નિર્ણય કર્યો છે કે PTCના બીજા વર્ષમાં અભ્યાસ કરતા ઉમેદવારો હવે શિક્ષક યોગ્યતા કસોટી-1 (TET-1) માટે અરજી કરી શકશે. જૂના નિયમો મુજબ ઉમેદવારને PTC કોર્સ પૂર્ણ કર્યા પછી જ TET-1 માટે પાત્ર ગણાતા હતા, જેના કારણે ભરતી પ્રક્રિયામાં જોડાવા માટે લાંબો સમય રાહ જોવી પડતી. નવા નિયમ બાદ વિદ્યાર્થીઓ અભ્યાસ દરમિયાન જ પરીક્ષા આપી શકશે, જેનાથી તેઓનો કિંમતી સમય બચશે અને કારકિર્દી વહેલી તકે શરૂ કરવાની તક મળશે. TET-1 માટે ફોર્મ ભરવાની તારીખ વધારવાની જાહેરાત પણ વિદ્યાર્થીઓ માટે મોટી રાહત સમાન છે. અગાઉની અંતિમ તારીખ 12 નવેમ્બર હતી, જેને હવે 18 નવેમ્બર સુધી લંબાવવામાં આવી છે. શિક્ષણ વિભાગના આ નિર્ણયથી અનેક વિદ્યાર્થીઓને ફોર્મ ભરવાની તક મળશે, જેઓ સમયસર અરજી ન કરી શક્યા હતા.
115 કેન્દ્રો પર 50 હજાર વિદ્યાર્થી પરીક્ષા આપશે
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 11 નવેમ્બરથી પરીક્ષાનો પ્રારંભ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મંગળવારથી સ્નાતક કક્ષાના સેમેસ્ટર- 5 અને અનુસ્નાતકના સેમેસ્ટર- 3ના વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થશે. 115 કેન્દ્રો પરથી ઞૠ સેમ.5 અને ઙૠ સેમ.3ના 50,228 વિદ્યાર્થીઓ એક્ઝામ આપશે. આ પરીક્ષા દરમિયાન 89 ઓબ્ઝર્વર સતત નિગરાની રાખશે. આ સાથે જ પરીક્ષા કેન્દ્રો ઉપર રાખવામાં આવેલા CCTV કેમેરાના મોનિટરિંગ થકી ગેરરીતિ અટકાવી શકાશે. યુનિવર્સિટીના ઇન્ચાર્જ પરીક્ષા નિયામક ડો. મનીષ શાહે જણાવ્યુ હતુ કે, 11 નવેમ્બરથી દિવાળી બાદની પરીક્ષાનો પ્રારંભ થઈ રહ્યો છે, જેને લઈને પરીક્ષા વિભાગ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. બીએ સેમેસ્ટર- 5 રેગ્યુલરમાં 14465 અને એક્સટર્નલમાં 2160 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જ્યારે બીકોમ સેમેસ્ટર- 5 રેગ્યુલરમાં 11980 તો એક્સટર્નલમાં 385 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. આ ઉપરાંત સેમેસ્ટર- 5માં બીસીએમાં 6110, બીબીએમાં 3022 અને એલએલબીમાં 2290 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. આ સાથે જ એમકોમ સેમેસ્ટર- 3 રેગ્યુલરમાં 1675 અને એક્સ્ટર્નલમાં 1680 વિદ્યાર્થીઓ એક્ઝામ આપશે. કુલ 37 કોર્સના વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. 115 પરીક્ષા કેન્દ્રો ઉપર સીસીટીવી અને સુપરવાઇઝર સાથે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવશે, જેથી એક પણ વિદ્યાર્થી પરીક્ષા ચોરી કરતા ન ઝડપાય.
- Advertisement -



