ખાસ-ખબર સંવાદદાતા
વેરાવળની પોદાર આંતરરાષ્ટ્રિય શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ઇકોવોરિયર્સ પરિવર્તન રેલી યોજવામાં આવી હતી.આ રેલી વેરાવળ ટાવર ચોક સહિતના મુખ્ય બજારના માર્ગો પરથી ફરી હતી.જેમાં લોકોને પર્યાવરણ પ્રત્યે જાગૃતતા આપવામાં આવ્યા હતા આ રેલીનો મુખ્ય ઉદ્દેશ્ય એ હતો કે આપણે આધુનિક યુગમાં રોજબરોજ નવા નવા કાપડ ખરીદીએ છીએ જેના પરિણામે જૂના કપડાનો બગાડ થાય છે અને નવા કપડાં બનાવવા માટે સૌથી મહત્વની વસ્તુઓ જેમકે પાણીનો બગાડ થાય છે તેની ક્યાંકને ક્યાક અસર પર્યાવરણ પર પણ જોવા મળે છે.આમ, જૂના કાપડનો મહત્તમ ઉપયોગ કરવો તેવો સંદેશ વિધાર્થીઓએ આપ્યો હતો સાથો સાથ વિદ્યાર્થીઓ અને તેમને વાલીઓ ઉપરાંત આચાર્ય એ આ તકે શપથ લીધા હતા કે અમો પોતાના કપડાને રિસાઇકલ કરીશું,અમારા કપડાંનું દાન કરીશું,અમો ખરીદી કરતા પહેલા વિચારીશું, ઓર્ગેનિક કોટનની ખરીદી કરીશું અને લોકોને પણ સહકાર આપવા માટે વિનંતી કરી હતી વિધાર્થીઓએ જૂના કાપડમાંથી બનાવેલી વસ્તુઓમાં કેરી બેગ, પોતા, પગ લુછણીયા, ઓશીકા, હિંઢોળી, માસ્ક સહિતની વસ્તુઓ વિધાર્થીઓએ બનાવી અને સમાજને એક સંદેશ આપ્યો હતો કેં માત્ર શોખ માટે અવાર નવાર કપડાં ન ખરીદવા તેના બદલે કપડાનો જ્યાં સુધી ઉપયોગ થાય તેટલો કરવો અને અંતે પણ તેનો સદુપયોગ કરી તેમાંથી ઉપયોગી વસ્તુઓ બનાવવી.