ખાસ-ખબર સંવાદદાતા
કોટા શહેરમાં આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ, ચંબલ ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ 2024 સીઝન 7માં રાજકોટના સ્કાઈ એનિમેશન ઇન્સ્ટિટયૂટના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. તેમાં 4 શોટ ફિલ્મ્સ (રિયલ હીરો, ક્રેક દ ટીમ, લાઈફ ગોજ ઓન, સકસેસ વિથાઉટ એફોર્ટ) અને 1 એનિમેશન શોટ ફિલ્મ (હુ પેક્સ આવર પેરાશૂટ) સબમિટ કરી હતી. વિશ્ર્વભરમાં 82 દેશોમાંથી 1007 ફિલ્મ્સ સબમિટ થઈ હતી અને લગભગ 142 ફિલ્મ્સ નોમિનેશનમાં આવી હતી. આમાંથી તેમની 5 શોર્ટ ફિલ્મ્સ પણ સિલેકશન થઈ હતી. રિયલ હીરો ફિલ્મને બેસ્ટ કોન્સેપ્ટ શોર્ટફિલ્મ સ્ટુડેન્ટ કેટેગરીનો એવોર્ડ મળ્યો એમના ડાયરેકટર જસ્મીન મહેતા અને એડિટર આદિત્ય ચાવડા, જસ્મીન મહેતા, જય બગીયા, દેવ ભટ્ટ અને દિવ્યેશ ગઢીયા છે. અને હુ પેક્સ આવર પેરાશૂટ ફિલ્મને બેસ્ટ કોન્સેપ્ટ એનિમેશન સ્ટુડેન્ટ કેટેગરીમાં એવોર્ડ મળ્યો એમના ડાયરેકટર અને એડિટર વરદ પરમાર છે. આ સફળતા માટે સ્કાઈ એનિમેશન ઈન્સ્ટિટયૂટના વિદ્યાર્થીઓને રાજકોટનું ગૌરવ વધારવા માટે ઠેરઠેરથી અભિનંદન મળી રહ્યાં છે.