વર્ષ 2001થી થયેલા દેશમાં આતંકી હુમલા વિશે પણ વિધાર્થીઓને જણાવ્યું હતું
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.17
ઓપરેશન સિંદૂર ભારતીય સશસ્ત્ર દળો દ્વારા 6/7 મે 2025ની રાત્રે હાથ ધરવામાં આવેલી એક મહત્વપૂર્ણ લશ્કરી કાર્યવાહી હતી. જેનો હેતુ 22 એપ્રિલ 2025ના રોજ જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો પ્રત્યુત્તર આપવા માટેની મહત્વ પૂર્ણ ઘટના હતી. આ હુમલામાં 26 નાગરિકો માર્યા ગયા હતા. આ હુમલો પાકિસ્તાન સમર્થિત આતંકવાદી સંગઠનો જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તૈયબા દ્વારા આયોજિત હોવાનો ભારત સરકાર દ્વારા દાવો કરવામાં આવ્યો હતો.
અંતર્ગત ધ્રાંગધ્રા વિધાલય ખાતે વિધાર્થીઓને પહેલગામ આતંકી હુમલા અને તેના પ્રત્યુત્તર રૂપી ભારત સરકારની મોટી કાર્યવાહી અંગે પ્રોજેક્ટરના માધ્યમથી વિદ્યાર્થીઓને સમજાવવામાં આવી હતી. આ સાથે 13 ડિસેમ્બર 2001ના રોજ દિલ્હીમાં ભારતીય સંસદ ભવન પર હુમલો, 24 સપ્ટેમ્બર 2002ના રોજ ગાંધીનગરમાં સ્વામિનારાયણ અક્ષરધામ મંદિર પર હુમલો, 26 નબેમ્બર 2008ના રોજ મુંબઈમાં તાજ હોટલ પર હુમલો, 18 સપ્ટેમ્બર 2016ના રોજ ઉરી પર હુમલો, 26 નવેમ્બર 2016માં નગરોટા આર્મી કેમ્પ પર હુમલો, 10 ફેબ્રુઆરી 2018ના રોજ સુંજવાન મિલિટરી સ્ટેશન પર હુમલો તેમજ 14 ફેબ્રુઆરી 2018ના રોજ જમ્મુ -શ્રીનગર રાષ્ટીય ધોરીમાર્ગ પર ભારતીય સુરક્ષા કર્મચારીને લઈ જતા વાહન પર હુમલો થયો હતો. આ તમામ હુમલાના એક્સપર્ટ હાફિઝ મુહમન્ડ સઇદ અને મુહમન્ડ મસુદ અઝહરનો હાથ માનવામાં આવે છે. છેલ્લા 35 વર્ષમાં આતંકવાદી હુમલાથી 29,351 સૈનિકો તેમજ 19,019 જેટલા સામાન્ય નાગરિકોને મારવામાં આવ્યા હતા જેને લઇ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ઓપરેશન સિંદૂર દ્વારા આતંકવાદને જડબાતોડ જવાબ દેવામાં આવ્યો તે અંગે વિગતવાર માહિતી સમજાવવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સાધના સ્કૂલના સંચાલક ડો. દિલીપભાઈ માકાસણા, આર.સી. પટેલ તથા શિક્ષકો ઉપસ્થિત રહી ધોરણ 11 તથા 12ના વિદ્યાર્થીઓને માહિતી પૂરી પાડી હતી.



