ખાસ-ખબર ન્યૂઝ રાજુલા
હાલ ગુજરાતમાં રમાઇ રહેલ ખેલમહાકુંભ 2025માં શાળાના જુદી જુદી વયના રમત વીરોએ સ્પર્ધાઓમાં ભાગ લઇને પોતપોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન રજુ કર્યું હતુ. રાજુલા શહેરમાં આવેલ કાન્હા વિશ્વ વિદ્યાલયના વિધાર્થીઓએ ખેલમહાકુંભ અંતર્ગત રમત-ગમત ક્ષેત્રમા ભાગ લઇ સિદ્ધી પ્રાપ્ત કરી હતી. જેમા કાન્હા સ્કુલના વિદ્યાર્થીઓએ તાલુકા કક્ષાએ રસા ખેંચ, લાંબી કૂદ,લંગડી ફાળ કૂદ અને ચેસ સ્પર્ધામાં ભાગ લઇ અનેરી સિદ્ધી હાંસલ કરી હતી. ઉપરાંત કળસરીયા પ્રિયાંશી તથા લાખણોત્રા ભરત જીલ્લા કક્ષાએ માત આપી હવે રાજય કક્ષાએ જશે. તેમજ ચેસ સ્પર્ધામાં તાલુકા કક્ષાએ પ્રથમ નંબર ખુમાણ સહદેવ પ્રાપ્ત કર્યો હતો.