ખાસ-ખબર સંવાદદાતા
વેરાવળમાં આવેલ સી.પી.ચોક્સી આર્ટ્સ અને પી.એલ.ચોક્સી કોમર્સ કોલેજ દ્વારા રાજેન્દ્ર ભુવન રોડ તેમજ દીવાદાંડી રોડ પર સફાઈ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં એનએસએસ યુનિટના 44 સ્વયં સેવક ભાઈ અને બહેનો દ્વારા સફાઈ કરવામાં આવી હતી. સફાઈ કાર્યક્રમ દરમિયાન રોડ, રસ્તા તેમજ ગાર્ડન અને જાહેર સ્થળ અંદાજિત 390 કિલોગ્રામ પ્લાસ્ટિક એકત્રિત કરવામાં આવ્યું હતું. આ વિશેષ સ્વચ્છ ભારત કાર્યક્રમમાં વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાના પ્રમુખ પિયુષભાઈ ફોફંડી, ચોક્સી કોલેજના આચાર્ય એમ.ડી.ઝોરા અને સમગ્ર સ્ટાફ જોડાયો હતો.આ કાર્યક્રમનુ આયોજન રાષ્ટ્રીય સેવા યોજના અંતર્ગત પ્રોગ્રામ ઓફિસર ડો. એ.એમ.ચોચા દ્વારા કરવામાં આવ્યું હતું.
વેરાવળમાં છાત્રોએ 390 કિલો પ્લાસ્ટિક એકત્ર કર્યું



