ધોરાજીના એક વિદ્યાર્થીએ છ મહિના સતત મહેનત કરી અને પોતાનો વજન ઘટાડ્યો અને સાથે પોતાના કૌશલ્યથી મેળવ્યું છે ઇન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડનું પ્રમાણપત્ર અને મેડલ
ત્યારે કોણ છે આ વિદ્યાર્થી અને ક્યાં કૌશલ્યથી મેળવ્યું છે પ્રમાણપત્ર અને મેડલ તે જોઈએ અમારા આ ખાસ અહેવાલમાં
ધોરાજી રહેતા અને વ્યવસાયે સ્ટેશનરીની દુકાન ધરાવતા જયદેવસિંહ ગોહિલના પુત્ર હર્શરાજસિંહ ગોહિલે સતત છ મહિના મહેનત કરીને પોતાના ૧૧૦ કિલો વજન માંથી વજન ઘટાડી અને હાલ ૭૭ કિલો વજન કરી નાખ્યું છે એટલે કે ૩૩ કિલો વજન ઘટાડ્યું છે અને આ વજન ઘટાડવાની સાથે-સાથે તેમનું મનોબળ પણ વધ્યું છે ત્યારે આ વધેલા મનોબળ અને વધેલા સ્ટમીનાને કારણે તેમને દોરડા કૂદવાનો પણ સોખ હતો અને આ શોખને કારણે તેઓએ ઇન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડની અંદર પોતાનું નામ નોંધાવી અને પોતાના કૌશલ્યથી પ્રમાણપત્ર અને મેડલ પણ મેળવ્યું છે.
- Advertisement -
આવી મહેનત અને પરિશ્રમને જોઈને એક પંક્તિ યાદ આવે છે કે “અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી” તેવી જ રીતે આ ૨૨ વર્ષના વિદ્યાર્થીએ લોકડાઉનના સમયગાળા દરમિયાન જ્યારે લોકોને વજન વધવાની ફરિયાદ ઉઠવા પામી છે ત્યારે આ વિદ્યાર્થીએ છ માસની અંદર જ પોતાનો ૩૩ કિલો વજન ઘટાડી દીધો છે અને સાથે જ તેમના વધવાને કારણે દોરડા કુદવા માટે પણ મહેનત ચાલુ કરી અને આજે આ મહેનતને કારણે તેમને ઇન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડ તરફથી પ્રમાણપત્ર અને મેડલ પ્રાપ્ત કર્યું છે.
હર્શરાજસિંહની આવી સખત મહેનત અને પરિશ્રમના કારણે આજે તેમના માતા-પિતા અને સમગ્ર પરિવાર તેમજ સમાજને પણ તેમની મહેનત અને મળેલ સન્માન પ્રત્યે ખૂબ ગૌરવ અનુભવાઈ રહ્યું છે ત્યારે તેમના પિતા પણ જણાવે છે કે તેમના પુત્રએ જે રીતે સતત મહેનત અને આવા પરિશ્રમને કારણે આજે આવું પરિણામ મેળવ્યું છે તે માટે ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી.
પુત્ર દ્વારા જે રીતે સખત મહેનત અને પરિશ્રમ કરવામાં આવતું હતું ત્યારે તેમના પિતા દ્વારા પણ તેમની પરીક્ષાઓ લેવામાં આવી રહી હતી તેવું પણ તેમના પિતા દ્વારા જણાવવામાં આવ્યું હતું કારણ કે પુત્ર દ્વારા સતત મહેનત અને પરિશ્રમ કરાય છે તે પરિશ્રમ અને મહેનતમાં કેટલો અડગ છે તેમની પણ પરીક્ષા પિતા દ્વારા કરવામાં આવી રહી હતી.
- Advertisement -
હર્શરાજસિંહ ગોહિલની આવી સતત મહેનત અને પરિશ્રમને કારણે આજે તેમને પોતાનું વજન પણ ઘટાડ્યું છે અને સાથે-સાથે શરીરની અંદર સ્ફૂર્તિ આવતા દોરડા કૂદની અંદર ભાગ લઇ અને ઇન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડની અંદર પોતાનું નામ નોંધાવી પોતાનું, પોતાના પરિવાર શહેર અને સમાજનું તેમજ દેશનું નામ રોશન કરી બતાવ્યું છે.