ભારતીય શેરબજારની આજે મજબૂત શરૂઆત થઈ છે અને સેન્સેક્સ-નિફ્ટીમાં ભારે તેજી જોવા મળી રહી છે.
ચાલુ અઠવાડિયાના બીજા કારોબારી દિવસે એટલે કે મંગળવારે શેરબજારની તેજી સાથે શરૂઆત થઈ હતી. BSE સેન્સેક્સ 194.9 પોઈન્ટ વધીને 75,585.40 પોઈન્ટ પર પહોંચ્યો છે જ્યારે નિફ્ટી 59.95 પોઈન્ટ વધીને 22,992.40 પોઈન્ટ પર છે.
સોમવારે એટલે કે ગઈ કાલે સેન્સેક્સ-નિફ્ટીએ તેના ઓલ ટાઈમ હાઇ પર હતું . BSE સેન્સેક્સ 76,009.68 પર અને NSE નિફ્ટી 23,110.80 પર પહોંચ્યુ હતું. જો આપણે શેરબજારની શરૂઆતની કામગીરીમાં તેજીના શેર વિશે વાત કરીએ તો તેમાં લાર્સન એન્ડ ટુબ્રો, આઈસીઆઈસીઆઈ બેંક, કોટક મહિન્દ્રા બેંક અને એચસીએલ ટેકના શેરનો સમાવેશ થાય છે.
- Advertisement -
જો આપણે એવા શેરની વાત કરીએ તો જે લાલ નિશાન પર છે, તેમાં HDFC બેન્ક, ઈન્ફોસિસ, અશોક લેલેન્ડના શેર, એશિયન પેઇન્ટ્સ, TCS, ONGC, ભારત ઈલેક્ટ્રોનિક્સ, IRCON ઈન્ટરનેશનલ અને એન્જિનિયર્સ ઈન્ડિયા લિમિટેડનો સમાવેશ થાય છે. NSE નિફ્ટીમાં વિપ્રો, NTPC, હિન્દાલ્કો, JSW સ્ટીલ અને શ્રીરામ ફાઇનાન્સ ટોપ ગેઇનર્સમાં હતા, જ્યારે નિફ્ટી પર ટોપ લૂઝર્સમાં બજાજ ઓટો, મારુતિ સુઝુકી, બ્રિટાનિયા, સન ફાર્મા અને BPCLનો સમાવેશ થાય છે.